પાણી ઘરે પહોંચશે: ​​​​​​​દાહોદ જિલ્લાના તમામ ગામોમાં નલ સે જલનો પ્લાનિંગનો તબક્કો પૂર્ણ, ઘર સુધી પાણી આપવાની યોજના કલેક્ટરે મંજૂર કરી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In All The Villages Of Dahod District, The Planning Phase Of Tap Water Has Been Completed, The Collector Has Approved The Plan To Provide Water To The Houses.

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદના 11 ગામોમાં ઘર સુધી પાણી આપવાની યોજનાને મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી નલ સે જલમાં દાહોદ જિલ્લો નિર્ણયાક તબક્કે પહોંચી ગયો છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજે વધુ 11 યોજનાઓને મંજૂરી આપતાની સાથે જ નલ સે જલ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ ગામોમાં ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવા માટેનું સો ટકા આયોજન થઇ ગયું છે.

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના ચેરમેન ડો. ગોસાવીએ આ માસના પ્રારંભે રૂ. 400 કરોડના કામોને મંજૂરી આપ્યા બાદ આજે તે વખતે બાકી રહી ગયેલા 11 ગામોની પાણી પુરવઠા યોજનાઓને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી આપતાની સાથે નલ સે નલ યોજનાનો આયોજનનો મહત્વનો તબક્કો પૂર્ણ થઇ ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમગ્ર ગુજરાતમાં વર્ષ 2022 સુધીમાં તમામ ઘરોમાં નળ મારફત પાણી પહોંચાડવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ મહત્વનું કદમ છે.

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની આજે મળેલી બેઠકમાં ફતેપુરા તાલુકાના ડુંગરા, આસપુર, પાડલિયા, પીપલારા, ખૂંટા, દાહોદ તાલુકાના વાંદરિયા, ખરોડ, ગલાલિયાવાડ, ઝાલોદના લીમડી અને ખેડા તથા લીમખેડા તાલુકાના પીપલાપાની ગામના કુલ મળી 11747 ઘરોને રૂ. 1082 લાખના ખર્ચથી પાણી પહોંચાડવામાં આવશે.

આ બેઠકમાં એવો પ્રશ્ન પણ ઉઠ્યો હતો કે, નલ સે જલ યોજનામાં કેટલાક ગામોના સરપંચો સહકાર આપતા નથી તો કેટલાક ગામની પાણી સમિતિઓ યોજનામાં પૂરા થઇ ગયેલા કામો બદલ ચૂકવણા કરવામાં દાંડાઇ કરે છે.

આ બાબતની ગંભીર નોંધ લેતા જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તાર માટે અતિજરૂરી એવી નલ સે જલ યોજનાના અમલીકરણમાં આડખીલ્લી બનતા સરપંચો સામે પંચાયત અધિનિયમ મુજબના પગલાં લેવામાં આવશે. તેમણે આવા ગામોની યાદી તૈયાર કરવા માટે વાસ્મોના અધિકારીઓને સૂચના આપી છે. નિવાસી અધિક કલેક્ટર એ. બી. પાંડોર, વાસ્મોના કાર્યપાલક ઇજનેર ડી. આર. મોઢિયા, નિયામક સી. બી. બલાત, પ્રાંત અધિકારી રાજ સુથાર, ગણાસવા, ચૌધરી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: