ધરપકડ: દાહોદ SOGએ માઉઝર સાથે ગોદીરોડના યુવકને ઝડપી લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • માઉઝર, મોબાઇલ મળી રૂ.18 હજારનો મુદ્દામાલ જપ્ત

દાહોદ એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. યુ.આર. ડામોર તથા સ્ટાફ ગતરોજ દાહોદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે ગોદીરોડ બાજુથી એક શખ્સ પોતાની પાસે ગેરકાયદે રીતે હથિયાર રાખી ઝાલોદ રોડ પુલ તરફ આવનાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે ઝાલોદ રોડ પુલ નીચે વળાંકમાં વોચમાં ઉભા હતા.

ત્યારે યુવક ગોદીરોડ બાજુથી ચાલતો આવતાં તેને કોર્ડન કરી પુછપરછ કરતાં ગોદીરોડ રેલવે નવી ટીકીટ બારીની સામે રહેતો અને મુળ ઝરીબુઝર્ગનો રાહુલ નેવજી સંગોડ જણાવ્યું હતું. તેની અંગ ઝડતી લેતાં પેન્ટના કમ્મરના ભાગે ખોંસી રાખેલ દેશી બનાવટની માઉઝર (પીસ્ટલ) મળી હતી. 15,000 રૂ.ની માઉઝર તથા મોબાઇલ મળી રૂા.18,000ના મુદ્દામાલ સાથે રાહુલની ધરપકડ કરી એસ.ઓ.જી.ના અ.પો.કો. પ્રદિપભાઇ ભીખુભાઇએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: