દાહોદ પાલિકાની અધિકૃત વેબસાઈટ જ ભૂલોથી ભરેલી!

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ નગરપાલિકાની વેબસાઈટમાં અક્ષમ્ય ભુલો જોવા મળી હતી.

  • દાહોદના દોહાદ, દોહડ, દોહદ અને દાહોદ એમ ચાર નામ દર્શાવાયા
  • ગુજરાતનો ભાગ હોવા છતાં મહારાષ્ટ્રની ટકાવારીના આધારે વસ્તીની નોંધ લેવાઈ

સ્માર્ટ સિટી તરીકે જાહેર થયેલ દાહોદનું સંચાલન કરતી દાહોદ પાલિકાની અધિકૃત વેબસાઈટ અનેક ભૂલો ભરેલી જણાઈ છે. કોરોનાના કપરા કાળમાં જ્યારે લોકો જે તે સ્થળે જવું જ ન પડે અને ઓનલાઈન જ બધું કામ થઈ શકે તે રીતની સગવડને વધુ ચાહતા થયા છે, ત્યારે દાહોદ પાલિકાની dahodnagarpalika.in લીન્ક ધરાવતી વેબસાઈટ ઉપર દાહોદ શહેર વિશે, પાલિકા વિશે, ઈ-નાગરિક, સમિતિઓ, ઓનલાઇન પેમેન્ટ, અરજી ફોર્મ અને સંપર્ક જેવા સાત ફોલ્ડર્સ હોવા છતાં તે પૈકીનું એક પણ ફોલ્ડર ઓપન નથી થઈ શકતું.

પાલિકાની આ લીંક ખોલતા જ જે પેજ ખુલે છે તેમાં દાહોદ પાલિકાની વેબસાઈટ હોઈ ફક્ત દાહોદની જ માહિતી હોવી જોઈએ તે બદલે 2001 અને 10 વર્ષ બાદની 2011 ની વસ્તી પણ દાહોદ જિલ્લાની દર્શાવી છે. તો દાહોદ જિલ્લો, એ ગુજરાતનો જ એક ભાગ હોવા છતાં આ પેજ પર દાહોદની વસ્તીની ટકાવારી મહારાષ્ટ્રની ટકાવારી સાથે સરખાવી છે જે પણ ખોટું છે. આ વેબસાઈટના અંતમાં કોપીરાઈટ- 2020 દર્શાવાયું છે. પરંતુ, છેલ્લો સુધારો તા. 4.7.2018 ના રોજ થયો છે એવું દર્શાવાયું છે.

આ લીંકને ખોલતાં જ એકમાત્ર જે પેજ ખુલે તે તેના ઉપર દાહોદ નામમાં પણ અનેક લચ્છા જોવા મળ્યા છે. માંડ દસથી બાર લીટીના આ લખાણમાં દોહાદ, દોહડ, દોહદ અને દાહોદ એમ એક જ શહેરના ચાર -ચાર નામ પણ જોવા મળે છે. આ વેબસાઈટ ઉપર દર્શાવેલ સાત પૈકી કોઈપણ લીંક ક્લિક કરવામાં આવે છે તો એકેય ખુલતી નથી. ત્યારે બહારગામ રહેતા કોઈ દાહોદવાસીને ઘરવેરો કે કોઈ વેરાની રકમ ભરવી હોય કે શહેર વિશે જાણકારી મેળવવી હોય તો મોંઘા ભાવે બનેલી આ વેબસાઈટ કોઈ કામની નથી.

વડોદરાથી ઓનલાઇન પેમેન્ટ ભરવા માટે ખોલેલી લિંક કામની ના નીકળી
તા. 28 ઓગષ્ટના રોજ દાહોદના અમારા મકાનનો મિલકત વેરો ઓનલાઈન ભરવા માટે ને ગુગલ ઉપર સર્ચ કરતા આ વેબસાઇટ જડી આવી. પરંતુ, તેમાં અનેક લચ્છા જોવા મળ્યા તો ઓનલાઇન પેમેન્ટ અને અરજી ફોર્મ જેવી લીન્ક હોવા છતાં પણ ખુલતી જ નથી.

હવે દાહોદ આવીશું ત્યારે પાલિકાની મુલાકાત લઈશ તો જ આ વેરો ભરી શકાશે. જો આટલા રૂપિયા ખર્ચ્યા બાદ બનેલી વેબસાઈટ બરોબર કામ ન કરતી હોય તો તે સ્માર્ટ સિટીની પાલિકા માટે યોગ્ય ન કહેવાય! – ડો અંકુર દેસાઈ, મૂળ દાહોદવાસી, હાલ વડોદરા હોમિયોપેથિક કોલેજના વડા

0






Related News

Comments are Closed

%d bloggers like this: