દાહોદ જિલ્લામાં ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી મળવાનો પ્રારંભ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાણી વાળવા માટે હવે રાતના ઉજાગરા નહીં વેઠવા પડે

દાહોદ જિલ્લાના ખેડૂતોને દિવસ દરમિયાન થ્રી ફેઝ વીજળી આપવાની મહત્વપૂર્ણ યોજના કિસાન સૂર્યોદય યોજનાનું ડિઝીટલી લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજયમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, આજથી દાહોદના 692 ગામોના 23342 ખેડૂતોને દિવસે વીજળી મળતી થઇ છે ત્યારે અહીંના ખેડૂતો વિકાસ-સમૃદ્ધિની દિશામાં અગ્રેસર થશે તેમાં કોઇ બેમત નથી.આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, વડાપ્રધાન હંમેશથી દાહોદના સર્વાગી વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યાં છે.

ત્યારે ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી આપનારી કિસાન સૂર્યોદય યોજનાનું વડાપ્રધાન દ્વારા ઉદ્ધાટન એ આપણા સૌ માટે ગર્વની વાત છે. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, કલેક્ટર વિજય ખરાડી, એમજીવીસીએલના એમડી તુષાર ભટ્ટ, ચિફ એન્જીનિયર સુસ્વાતિ પારેખ જોડાયા હતા. જિલ્લામાં ખેતપાકને રાતના પાણી પાવામાં પારાવાર મૂશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. રાતના ઉજાગરા થતા હતા. રીંછ-દિપડા જેવા જંગલી જાનવરોનો પણ ડર રહેતો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: