ઝુંબેશ: ‘સંસ્કાર એડવેન્ચર’ તથા સામાજીક વનીકરણ વિભાગ દાહોદ ના સહયોગથી ‘ડોર ટુ ડોર’ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • “Door To Door” Sapling Distribution Program Was Organized In Collaboration With “Sanskar Adventure” And Social Forestry Department, Dahod.

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અલગ-અલગ પ્રકારના 900 ઉપરાંત વૃક્ષોના રોપનું ડોર ટુ ડોર કરાયું વિતરણ

વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો વિશ્વમાં એક ચર્ચા છે પૃથ્વી પર ગંભીર ખતરો વર્તાઇ રહ્યો છે. જેનું મુખ્ય કારણ માત્રને માત્ર વૃક્ષોની ઘટ થઇ રહી છૅ આથી સૌ કોઇએ સમજીને પ્રકૃતિ પ્રત્યે પોતાનુ યોગદાન દેવુ ખુબજ જરૂરી છે. કેમ કે વૃક્ષો છે તો માનવ જીવન છે તેની સાથે સમગ્ર પ્રાણી જગત ઇશ્વરને આધીન છે.સતત પર્યાવરણની ચીંતા કરતા શેઠ શ્રી ગીરધરલાલ સંસ્કાર કેન્દ્ર દાહોદ દ્વારા સંચાલિત “સંસ્કાર એડવેન્ચર” તથા સામાજીક વનીકરણ વિભાગ દાહોદ ના સહયોગથી “ડોર ટુ ડોર” રોપાઓ (વૃક્ષ) નું વિતરણ કાર્યક્રમ આજરોજ યોજાયો.

દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ અલગ અલગ પ્રકારોના રોપાનું વિતરણ કરાયું શહેરના સ્ટેશન રોડ. ગોદિરોડ .ગોધરા રોડ તાલુકા શાળા રોડ સહિત અલગ અલગ વિસ્તારોમાં નગરજનો દ્વારા કરાયેલા રજીસ્ટ્રેશન બાદ એડવેન્ચર ટીમ દ્વારા સરસ્વતી ચોક ખાતેથી સંસ્કાર એડવેન્ચર ની ટીમ ની ઉપસ્થિત માં નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ કારોબારી ગોદિરોડ કાઉન્સિલર લખન રાજગોર અને વન વિભાગના એસીએફ .ડામોર અને સોસાયટી ના હિતેન્દ્ર રાણા અને વૃક્ષારોપણ ના કન્વીનર અકિલભાઈ કોઠારીની હાજરીમાં રિના પંચાલ ના હસ્તે વૃક્ષ રથને રીબીન કાપી તેને શહેરના વિવિધ વિસ્તારોમાં જવા રવાના કરાયા અને ટોર ટુ ડોર વૃક્ષરોપા વિતરણ ની શરૂવાત કરાઈ આવેલ તમામ મહેમાનો નું તેઓને વૃક્ષોના રોપા આપી સ્વાગત કરાયું હતું.

એડવેન્ચર ટીમના સભ્યો દ્વારા ઘરે ઘરે જઈ અલગ-અલગ જેટલા વૃક્ષો જેમાં ગુલાબ ચંપો મહેંદી તુલસી જામફળ જાંબુ સીતાફળ એલોવેરા આયુર્વેદિક ઔષધી આવા વિવિધ 900 ઉપરાંત રોપાઓનું વિતરણ કરાયું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો એ આ કાર્યક્રમને આવકાર્યો હતો અને પોતે પણ વૃક્ષ નું જતન કરશે અને પર્યાવરણ બચાવશે તેવી બાહેધરી પણ શહેરના રહીશો દ્વારા આપવામાં આવી હતી ડોર ટુ ડોર સંસ્કાર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક લોકોએ ફેર આવા કાર્યક્રમો યોજવા માટે તેમને પ્રેરિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: