કોંગ્રેસમાં કકળાટ: દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે વિખવાદ થતાં પાલિકા ચૂંટણીના નિરીક્ષકને બદલી દેવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક
દાહોદમાં કોગ્રેસના જિલ્લા-તાલુકા પંચાયતના નિરીક્ષકોએ કામગીરી  હાથ ઘરી હતી - Divya Bhaskar

દાહોદમાં કોગ્રેસના જિલ્લા-તાલુકા પંચાયતના નિરીક્ષકોએ કામગીરી હાથ ઘરી હતી

  • નિરીક્ષક સાથે વાંકુ પડતાં પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી શહેરમાં કંગાળ સ્થિતિમાં હોવા છતાં કોંગ્રેસેને કોરી ખાતી જૂથબંધી

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીની પળોજણમાં પડ્યા છે અને તંત્રમાં ચૂંટણી અંગેની તાલીમો શરુ થઇ ગઇ છે.બીજી તરફ કોંગ્રેસેમાં ઘર ફુટે ઘર જાય તેવી સ્થિતિનુ સર્જન થયુ છે.કારણ કે પ્રદેશ સમિતિએ મુકેલા નિરીક્ષક સાથે શહેર પ્રમુખને વાંધો પડતાં તેમની રજૂઆતને પગલે આ નિરીક્ષકને બદલી દેવામાં આવ્યા છે.દાહોદ જિલ્લા પંચાયત,9 તાલુકા પંચાયતો અને દાહોદ નગર પાલિકાની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે.ઉમેદવારી રોંધાવવાના દિવસો પણ હવે ઢૂંકડા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગી માથાનો દુખાવો છે.

હાલમાં બંન્ને પક્ષો દ્રારા ઉમેદવારોની પસંદગીની કામગીરી ચાલી રહી છે. ત્યારે દાહોદમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા દાહોદ નગર પાલિકાના નિરીક્ષક તરીકે અરવલ્લી જિલ્લા પંચાયતના તત્કાલિન પ્રમુખ રાજુભાઇ પારગીને મુકવામાં આવ્યા હતા.તેઓએ ચૂંટણીલક્ષી કામગીરી પણ શરુ કરી દીધી હતી. નિરીક્ષક તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ તુરત જ તેમના નેતૃત્વમાં દાહોદ નગર પાલિકાની ચૂંટણી માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી.જો કે આ સમિતિ વિશે પણ વિવાદો ઉભા થયા હતા કારણ કે તેમાં શહેર કરતા જિલ્લાના અને ગ્રામ્ય કક્ષાના નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતુ. તેમજ મહિલાઓની બાદબાકી કરવામાં આવી હતી. રાજુભાઇ પારગી યુવા અને આક્રમક નેતા હોવાથી તેમને નિરીક્ષક તરીકે મુકવામાં આવ્યા હોવાનુ કોંગ્રેસી નેતાઓનુ કહેવુ છે.

બીજી તરફ આવા યુવા નિરીક્ષક અને દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ વચ્ચે સંકલન થઇ શક્યુ ન હતુ અને તેમની વચ્ચે ઘણાં વિવાદો ઉભા થયા હતા.આવો વિખવાદ ચૂંટણી ટાંણે જ થયો અને તેની ચરમસીમા પણ આવી ગઇ હતી. ત્યારે કોંગ્રેસના જવાબદાર નેતાઓ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમની સામે પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆતો કરવામાં આવી હતી અને છેવટે આ નિરીક્ષકને બદલી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને હર્ષવર્ધનસિંહ રાઉલજીને નિરીક્ષક બનાવ્યા છે.

એક તરફ કોંગ્રેસની સ્થિતિ દાહોદ નગર પાલિકામાં વર્ષોથી કંગાળ છે કારણ કે 1995 થી અહીં ભાજપાનું શાસન છે.2010ની ચૂંટણીમાં તો દાહોદ પાલિકામાં કોંગ્રેસની 36 માંથી માત્ર બે જ બેઠકો હતી પરંતુ એ 2015માં તે વધીને 13 થઇ ગઇ હતી. પરંતુ જૂથવાદને કારણે જ કોંગ્રેસમાં સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાતો આવ્યો છે. રાજુભાઇ પારગી કેટલાક યુવા નેતાઓ કે જેઓ કોંગ્રેસને મજબુત બનાવવા શહેરમાં પણ એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે તેમની સાથે ઘનિષ્ટ સંબંધો ધરાવે છે.જેથી એવું પણ બનવા જોગ છે કે બીજા જૂથને તે પરવડે તેમ ન હોવાથી આવી રજૂઆતો કરી હટાવી દેવાયા હોય તેવી સંભાવનઓ પણ વ્યક્ત થઇ રહી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: