આશ્ચર્ય: 2-2 લગ્ન છતાં સંસાર નહીં મંડાતાં મહિલા એક વર્ષના પુત્ર સાથે ભિક્ષાવૃત્તિ કરતી મળી

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના એક ગામમાં રહેતી મહિલાએ બે-બે લગ્ન કર્યા હોવા છતાં તેનો સંસાર મંડાયો ન હતો. અંતે એક વર્ષના પૂત્ર સાથે દાહોદ આવેલી આ મહિલા ભિક્ષાવૃતિ કરીને જીવન પસાર કરતી હતી. જોકે, સખી વન સ્ટેપ કેન્દ્ર અને પોલીસની મદદથી અંતે તેના પરિવારનો સંપર્ક કરવામાં આવતાં અંતે પિયર પક્ષનો સંપર્ક કરવામાં આવતાં તેનો ભાઇ ઘરે લઇ ગયો હતો.દાહોદ શહેરમાં એક યુવતિ લઘર-વઘર હાલમાં પોતાના એક વર્ષના પૂત્ર સાથે ફરતી જોવા મળી હતી.યુવતી સારા ઘરની લાગતી હોવાથી એક જાગૃત નાગરિકે દાહોદના એએસપી શેફાલી બરવાલને જાણ કરી હતી.

તેમણે શહેર પીઆઇ વી.પી પટેલને જાણ કરતાં શોધખોળ દરમિયાન રાત્રી બજાર પાસેથી મળી આવી હતી. મહિલાને સખી વન સ્ટેપને સોંપી દેવાઇ હતી. મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેણે જણાવ્યુ હતુ કે, તેના પ્રથમ લગ્ન સેજાવાડા થયા હતા ત્યાં એક પૂત્રને પણ જન્મ આપ્યો હતો પરંતુ ત્રાસ હોવાથી છુટ્ટાછેડા લઇ લીધા હતાં. બીજા લગ્ન રાજસ્થાનના ભીલવાડા ખાતે કર્યા હતા.પૂત્રને સાથે લઇ ગઇ હતી પરંતુ પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ આપીને ત્યાંથી કાઢી મુકી હતી.

દાહોદ આવ્યા બાદ પિયર નહીં જઇ તે અહીં જ ભીખ માંગીને આશરો મળે ત્યાં રહેતી હતી. શહેર પોલીસે મધ્ય પ્રદેશની ભાભરા પોલીસનો સંપર્ક સાધતા તેનો પરિવાર મળી આવ્યો હતો. આ અંગેની જાણ કરતાં દાહોદ ધસી આવેલો ભાઇ બહેન અને ભાણિયાને પોતાની સાથે લઇ ગયો હતો. આમ જાગૃત નાગરિકની જાગૃકતા અને પોલીસ તેમજ સખી વન સ્ટેપની સર્કિયતાથી રસ્તે રઝળતી મહિલાનું પુન: સ્થાપન શક્ય બન્યુ હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: