અકસ્માત: ટ્રેક્ટરની ટક્કરે રોડની સાઇડમાં ઉભેલા બે ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અકસ્માત કરી ટ્રેક્ટર ચાલક ફરાર

પાવડીનો ચીરાગભાઇ ભાભોર તથા અજીતભાઇ ડીંડોર જીજે-20-એલ-6942 નંબરની મોટર સાયકલ ઉપર દાહોદથી આવતાં હતા. ત્યારે દાહોદ ઝાલોદ હાઇવે ઉપર ખરોડ ગામે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે અજીતના કાકા સંતોષભાઇ ડીંડોડ મળતાં તેઓ મોટર સાયકલ ઉભી રાખી રસ્તાની બાજુમાં ઉભા હતા. ત્યારે જીજે-20-વી-4810 નંબરના ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની બાજુમાં ઉભેલા ચીરાગભાઇ કનુભાઇ ભાભોર તથા અજીતભાઇ કમલેશભાઇ ડીંડોરને ટક્કર મારતાં તેમને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી.

અકસ્માત કરી ચાલક ટ્રેક્ટલ લઇને ભાગી ગયો હતો. ઇજાગ્રસ્તોને 108 દ્વારા તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ચીરાગને પેટના ભાગે ગંભીર ઇજાઓ તથા અજીતભાઇને જમણા હાથે અને જમણા પગે ફ્રેક્ચર થયું હતું. આ સંદર્ભે દાહોદ તાલુકા પોલીસ મથકે ટ્રેક્ચર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: