🅱reaking Dahod : સુરતની ઘટનાને લઈને સફાળી જાગેલી દાહોદ નગર પાલિકા દ્વારા 5 ટ્યુશન કલાસ અને એક જીમને કરવામાં આવ્યા સીલ

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં
નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા દાહોદ શહેરના ફાયર સેફટી વિના ચાલતા ૫ (પાંચ) ટ્યુશન કલાસ તથા સ્ટેશન રોડ પાર આવેલ ગેલેક્ષી જીમને સીલ મારવામાં આવ્યું.
ટ્યુશન સંચાલકો તથા જીમના માલિક જ્યાં સુધી ફાયર સેફટી ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરાવી તેનું રિજ્યોનાલ ફાયર ઓફિસની કચેરી વડોદરાથી ફાયર ઓફિસરની કચેરી, વડોદરા થી ફાયર NOC મેળવવાનું રહેશે જ્યાં સુધી પોતાની મિલકતમાં જરૂરી ફાયર ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરાવી ચાલુ કરાવી દે તે બદલની NOC રિજ્યોનાલ ફાયર ઓફિસ ની કચેરી વડોદરાથી મેળવી લેવાની રહેશે. જો તેમ કરવામાં ભૂલ થશે તો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી એકટ – ૨૦૧૩, ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ – ૧૯૬૩, બોમ્બે સોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ – ૧૯૪૮ તેમજ અન્ય સંલગ્ન કાયદાઓ અન્વયેની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું કહી પાંચ ટ્યુશન ક્લાસીસ અને એક જીમ પર નગર પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યા છે.
વધુમાં ઉપરોક્ત બાબતે બપોરના ૦૩:૦૦ કલાકે નગર પાલિકા હોલ માં જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવનાર છે અને તેમાં આ બાબતે વધુ માહિતી આપવામાં આવશે.






Related News

Comments are Closed

%d bloggers like this: