હોળીની મઝા મોળી: દાહોદમાં જિલ્લા કલેક્ટરે હોળી રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો, 15 એપ્રીલ સુધી કોઇપણ જાહેર મેળાવડા નહી યોજી શકાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામા 23 માર્ચથી આગામી 15 એપ્રીલ સુધી કેટલાંક પ્રતિબંધો મૂકાયા કોઈ પણ પ્રકારે હોળી રમવા પર પણ કલેકટરનો પ્રતિબંધ

દાહોદ જિલ્લામાં વસતા આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર હોળી હોય છે. જેથી શ્રમિકો મોટી સંખ્યામા રોજે રોજ વતન તરફ જઇ રહ્યાં છે, પરંતુ આ વખતે કોરોનાએ હોળીની મઝા મોળી કરી દીધી છે. જ્યારે જિલ્લામાં કલેક્ટરે મેળા, ઉજવણી તેમજ હોળી રમવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

દાહોદના કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ આગામી હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને કોરોનાને વધારે ફેલતો અટકાવવા માટે 23 માર્ચથી આગામી 15 એપ્રીલ સુધી કેટલાંક પ્રતિબંધો મૂકયા છે.

કલેક્ટરના જાહેરનામા મુજબ સમગ્ર દાહોદ જિલ્લામાં કોઇ પણ સ્થળોએ, કોઇ પણ પ્રકારનાં મનોરંજન માટેના, સાસ્કૃતિક કાર્યક્રમ કે ધાર્મિક મેળાનું આયોજન કરી શકાશે નહી. હોળી-ધૂળેટી દરમિયાન કોઇ પણ વ્યક્તિ કે વ્યક્તિઓ મંડળી બનાવી જાહેર સ્થળો, માર્ગો પર અવરજવર કરતાં રાહદારીઓ, વાહનચાલકો, માલમિલકત ઉપર કે વાહનમાં મુસાફરી કરી રહેલાં મુસાફરો કે માલસામાન પર, કિચડ, રંગ કે રંગમિશ્રિત કરેલ પાણી, તેલ, તેવી કોઇ વસ્તુ ભરેલા ફુગ્ગા, પ્લાસ્ટિકની થેલી કે વસ્તુ નાખવી કે નખાવવી નહી.

આ ઉપરાંત કોઇ પણ વ્યક્તિ કે વ્યક્તિઓ જાહેર સ્થળો કે માર્ગો પર અવરજવર કરતાં વ્યક્તિઓ કે વાહનોને રોકીને નાણાં ઉધરાવવા નહી તેમજ માર્ગો પર આડાશ પથ્થર મૂકીને અન્ય અવરોધ કરી વાહનોને રોકવા નહી. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ આઇપીસી તેમજ અન્ય કલમો મુજબ શિક્ષાને પાત્ર થશે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવારોમાં આમલી અગિયારસ, ગોળગધેડા તેમજ ચાડીયા ચૂલના મેળાનું દરવર્ષે આયોજન થાય છે. જેમાં મોટી સંખ્યામાં ભીડ થતી હોય કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા વધારે રહે છે, જેને રોકવા માટે કલેક્ટરએ ઉક્ત જાહેરનામા દ્વારા પ્રતિબંધ મૂકતો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: