હોબાળો: દાહોદમાં બંધના એલાન બાદ પણ વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસ પાસેથી 4થી 6ના કર્ફ્યૂના અમલ માટે જાહેરનામું માગ્યું

દાહોદમાં સાંજે 4 થી સવારે 6 સુધીના સ્વૈચ્છીક કર્ફ્યુના નવા સમયે દુકાનો બંધ કરાવવા આવેલ પોલીસકર્મીઓને આ સમયે 4 વાગે સ્ટેશન રોડ સ્થિત અમુક વેપારીઓએ દુકાનો બંધ નહીં કરતા હોબાળો મચ્યો હતો. કલેક્ટર સાથે ચર્ચા બાદ સ્વૈચ્છીક લોકડાઉન માટે રજૂઆત કરતા વહીવટી અને પોલીસ તંત્રના માધ્યમથી બપોરે 4 વાગ્યાથી સ્વૈચ્છીક બંધની જાહેરાત કરી હતી.

આ અંતર્ગત તા.12 એપ્રિલે પ્રથમ જ દિવસે લગભગ 3.30 વાગ્યાથી જ પોતાની પેઢીઓ બંધ કરી દીધી હતી. તો સ્ટેશન રોડ સ્થિત કેટલાક વેપારીઓએ સમજીને સ્વૈચ્છીક બંધ કરવા બદલે ખુલ્લી દુકાનો બંધ કરાવવા આવેલ પોલીસકર્મીઓ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે ‘તમારી પાસે કલેકટરનું જાહેરનામું હોય તો બંધ કરાવજો’. આમ, કહેતા પોલીસકર્મીઓ સહિત અન્ય ઉપસ્થિતોમાં સોપો પડી ગયો હતો. જો કે આ સમયે પોલીસકર્મીઓએ સમયસૂચકતા દાખવીને જગા છોડી દેવાનું મુનાસિબ સમજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: