હુમલો: વાવેતર કરેલી જમીનમાં ફરી વાવણી કરવાની ના પાડતાં હુમલો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મેથાણા ગામમાં ફળિયાના ચાર લોકો સામે ગુનો નોંધાવ્યો

સીંગવડ તાલુકાના મેથાણમાં વાવેતર કરેલી જમીનમાં ફરીવાર વાવેતર કરવાની ના પાડતાં ચારેય જણાએ લાકડીઓથી હુમલો કરી એકને ઇજા પહોંચાડી. તેમજ છોડાવવા વચ્ચે પડેલા એકને પણ લાકડીથી ફટકાર્યો હતો. મેથાણના નટુભાઇ નાનાભાઇ સંગાડાએ સર્વે નંબર 63 વાળી જમીનમાં વાવણી કરી હતી.

જેમાં ફળિયામાં રહેતા શંકર સંગાડા, કમલેશ રાયસીંગ સંગાડા, છગન સંગાડા તથા વિપુલ સંગાડા પણ ફરીવાર વાવણી કરવા માટે આવતા નટુભાઇ તથા દિપસીંગભાઇ સંગાડાએ વાવણી કરવાની ના પાડતાં ચારેય જણા ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી અમને ના પાડવા વાળા કોણ કહી તમને જીવતા નહી છોડીઓ તે મકહી કમલેશ સંગાડાએ નટુભાઇના માથાના ભાગે લોખંડની પાઇપ મારી દીધી હતી. આ દરમિયાન દિપસીંગભાઇ સંગાડા છોડાવવા વચ્ચે પડતાં છગન સંગાડાએ તથા શંકર સંગાડાએ લાકડી મારી બન્ને હાથે ઇજા પહોંચાડી હતી.

તેમજ વિપુલ સંગાડાએ પણ નટુભાઇને બરડાના ભાગે લાકડીનો માર મારી ગેબી ઇજાઓ કરી હતી. આ દરમિયાન બુમાબુમ થતાં ગામના લોકોઆવી જતાં ચારેય જણા મારી નાખવાની ધમકી આપતા નાસી ગયા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવાયા હતા. રંધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: