હુમલો: વડભેટમાં સામાન્ય વાતે લાકડી વડે હુમલો કરી 1ને ઘાયલ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

  • જંગલી જાનવરો ભગાડતી વેળા 5 લોકો દ્વારા હુમલો કરાયો
  • બે મહિલા સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વડભેટ ગામના અંકુરભાઇ મહેશભાઇ રાઠવા તથા તેમના કુટુંબી ભાઇ નરેશભાઇ નટવરભાઇ રાઠવા, પંકજભાઇ નટવરભાઇ રાઠવા તેમના હોળી ફળીયામાં આવેલા ખેતરમાં જંગલી જાનવરો ભગાવતા હતા. તે તરમિયાન દિપસીંગ મુળા રાઠવા તેના હાથમાં લાકડી લઇ આવી અંકુરભાઇની ફેંટ પકડતાં તુ મારો કોલર કેમ પકડે છે.

તેમ કહેતા તે ઓચીંતી તેના હાથમા રહેલી લાકડી અંકુરભાઇના માથામાં મારી દેતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન શના મુળા રાઠવા, શૈલેષ ભોપત બારીયા, ગીતાબેન દિપસીંગ રાઠવા અને રેખાબેન દિપસીંગ રાઠવા પણ ગાળો બોલતા દોડી આવી લાકડીઓથી મારવા લાગ્યા હતા અને ગાળો બોલી કહેવા લાગેલા કે હવે પછી આ ઘરોમાં આવશો તો જાનથી મારી નાખી જંગલમાં ફેંકી દેવાની ધમકીઓ આપતા બુમાબુમ થતાં લોકો આવી જતાં તમામ લોકો ભાગી ગયા હતા. આ સંદર્ભે હુમલાખોરો વિરૂદ્ધ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: