હુમલો: રામપુરામાં હેન્ડપંપ ઉપર કપડા કેમ ધોવા દેતા નથી કહી 1 ઉપર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • છોકરીને પણ મારતાં ઇજા, ફળિયાના 4 સામે ગુનો દાખલ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રામપુર ગામના નરપતભાઇ નાથુભાઇ હરીજનના ઘર આગળ આવેલા હેન્ડપંપ ઉપર તેમના ફળિયામાં રહેતા સરદારભાઇ ભેમાભાઇ હરીજનના છોકરા વિજયની પત્ની બપોરના સમયે કપડા ધોવા માટે આવી હતી. ત્યારે નરપતભાઇએ ગંદા કપડા ધોવાની ના પાડતા તેઓ પરત પોતાના ઘરે જતા રહ્યા હતા.

ત્યાર બાદ રાત્રીના સમયે સરદારભાઇ ભેમાભાઇ હરીજન નરપતભાઇના ઘર આગળ આવી હેન્ડપંપ ઉપર કેમ કપડા ધોવા દેતા નથી તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી બુમો પાડતા ઘરેથી તેના ત્રણ છોકરા અરવિંદ સરદાર હરીજન, પ્રભાત સરદાર હરીજન, રવુ સરદાર હરીજન દોડી આવી નરપતભાઇને પકડી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન ઝઘડામાં છોડાવવા પડતા નરતભાઇની છોકરી સોનલબેનને પણ ઇજા થઇ હતી. ત્યાર બાદ ચારેય જણાએ મુકેશભાઇ ભોપતભાઇ હરીજનના મકાનો ઉપર પથ્થરમારો કરતા નળીયા તથા સિમેન્ટના પતરા તુટી ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ સંદર્ભે હુમલાખોરો વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: