હુમલો: મોટા ઘાંચીવાડામાં જમીન ભાગ મુદ્દે કાકા ઉપર બે ભત્રીજાનો હુમલો

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • લાકડીથી હુમલો કરી કાનના ભાગે ઇજા પહોંચાડી

દાહોદના મોટા ઘાંચીવાડામાં જમીનના ભાગ મુદ્દે બે ભત્રીજાઓએ કાકા ઉપર લાકડીથી હુમલો કરી ઘાયલ કરી જાનથી મારવાની ધમકી આપી હતી. કાકાએ બન્ને ભત્રીજાઓ સામે દાહોદ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દાહોદના મોટા ઘાંચીવાડામાં જુમ્મા મસ્જીદ સામે રહેતા સલમાન યુસુફભાઇ સદ્દુ શનિવારે રાત્રે 8ના અરસામાં ઘરે હતા. ત્યારે તેના ભત્રીજાઓ સલમાન સલીમ તથા અરબાજ સલીમ તેમને ઘરની સામે ઉભા રહીને અપશબ્દો બોલી સ્મશાન પાછળ આવેલ જમીનમાં અમારો ભાગ છે કહી ગાળો આપતાં હતા. જેથી સલમાન યુસુફભાઇ આ જમીનમાં મારું પણ નામ છે કહેતાં સલમાન સલીમ સદ્દુ ઉશ્કેરાઇને લાકડી માથામાં કાનની ઉપરના ભાગે મારી દેતાં ચામડી ફાડી નાખી હતી. તેમજ અરબાજે પણ લાકડી મારવાની કોશીશ કરી હતી. દરમિયાન રેહાન રસીદ સદ્દુ તથા રીવજાન રસીદ સદ્દુએ આવી વધુ મારથી છોડાવ્યા હતા. બંને હુમલાખોરો ધમકી આપી નાસી ગયા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્તને દાહોદના સરકારી દવાખાને સારવાર કરાવી હતી. આ સંદર્ભે સલમાન યુસુફભાઇ સદ્દુએ હુમલાખોર ભત્રીજાઓ સામે દાહોદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: