હુમલો: માતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડતાં પુત્રવધૂને દેરાણીએ કુહાડી મારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કેમ છોડાવવા વચ્ચે પડે છે કહી કુહાડી મારી ઘાયલ કરી
  • આગાવાડામાં ભાભીએ દેરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના આગાવાડા ગામના નવાપુરા ફળિયામાં રહેતા હિમતભાઇ હુમલાભાઇ મંડોડ તેમની માતા જાનાબેન સાથે બોલાચાલી ઝઘડો કરતા હતા. જેથી લીંબુબેન તેમના પતિ હિમતભાઇ તથા સાસુને ઝઘડો નહી કરવા સમજાવવા જતાં દેરાણી સરભાબેન વિનેશભાઇ મંડોડે હાથમાં કુહાડી લઇ આવી બિભત્સ ગાળો બોલી તુ કેમ છોડાવવા વચ્ચે પડે છે.

તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ કુહાડીનો પાછળનો ભાગ લીંબુબેનને મારી ચામડી ફાટી ફાડી નાખી લોહી નિકાળી ઇજાગ્રસ્ત કર્યા હતા. આ દરમિયાન લીંબુબેને બુમાબુમ કરતાં તેમના પતિ, પુત્રવધુ આશાબેન જશવંતભાઇએ વધુ મારથી છોડાવ્યા હતા. ત્યારબાદ સરભાબેન આજે જીવતી બચી ગઇ છે હવે પછી જીવતી છોડવાની નથી તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જતી રહી હતી. ઇજાગ્રસ્ત લીંબુબેનને દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે લીંબુબેન મંડોડે કતવારા પોલીસ મથકે તેમની દેરાણી સરભાબેન વિનેશભાઇ મંડોડ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: