હુમલો: બે પક્ષો વચ્ચે ચૂંટણી સંબંધી મારામારી થતાં પાંચને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • બોગસ મતદાન ન કરવા દીધું કહી તકરાર થઇ હતી
  • ચાકલિયા પોલીસે બન્ને પક્ષે નવ સામે ગુનો નોંધ્યો

ઘેસવા ગામનો અંકુરભાઇ રાજસીંગભાઇ ડામોર ગુરૂવારના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ફુલપુરા ગામના તેના મિત્ર હર્ષદભાઇ કિશોરભાઇ મેડા સાથે ફુલપુરા ગામે જવા માટે પોતાના ઘરેથી મોટર સાયકલ ઉપર નિકળ્યા હતા. ત્યારે રસ્તામાં ઘેસવા પ્રા.શાળા પાસે ગેસવા ગામના રાકેશ સમુડા ડામોર, રાજુ સમુડા ડામોર તથા સુરેશ સમુડી ડામોર રસ્તામાં ઉભા હતા. તેઓને અંકુરભાઇની મોટર સાયકલ ઉભી રખાવી તમે અમને વોટ કેમ નહી આપ્યો તેમ કહી બિભત્સ ગાળો બોલતા ગાળો હતા. જેથી બોલવાની ના પાડતાં ત્રણેય ભાઇઓ એકદમ ઉશ્કેરાઇ ગયા જતા હર્ષદ ડરનો માર્યો બાઇક ઉપરથી ઉતરીને ભાગી ગયો હતો અને ત્રણે ભાઇઓએ મળીને અંકુરભાઇને ગેબી માર મારવા લાગ્યા હતા.

તેમજ રાજુએ નીચે પાડી છુટો પથ્થૅ મારતાં માથાના ભાગે ઇજા થતા લોહીલુહાણ થતા ચક્કર ખાઇ નીચે પડી ગયો હતો. તેમજ અંકુર રાજસીંગ ડામોર તથા હર્ષદ કિશોર ડામોરે પણ તમે અમને ચૂંટણીમાં બોગસ મત આપવા દીધા નથી તેમ કહી ગાળો બોલી ઝઘડો તકરાર કરી રાકેશ ડામોરને છુટ્ટો પથ્થર મારી માથા ઇજા કરી હતી. તથા હર્ષદ કિશોર ડામોરે ફોન કરી બોલતાં અનિલ ગૌતમ ડામોર, દીલીપ કસુ કટારા, ચિરાગ દિલીપ ડામોર તથા અલ્પેશ ઓકાર ડામોર તવેરા ગાડીમાં આવી એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી કીકીયારી કરી ગાડીમાંથી લાકડીઓ કાઢી તુ અંકુર સાથે ઝઘડો કરનાર કોણ છે તેમ કહી રાકેશ સમુડા ડામોરને મારવા લાગ્યા હતા. આ દરમિયાન બુમાબુમ કરતાં રસ્તે પસાર થતાં રાકેશભાઇ ડામોરના ભાઇ રાજુભાઇ દોડી આવતા તેમને પણ લાકડીઓ વડે માર માર્યો હતો.

રાકેશભાઇ ડામોરની પત્ની કવિતાબેન તથા પ્રતાપભાઇ વચ્ચે છોડાવવા આવતાં તેઓને પણ લાકડીઓનો માર માર્યો હતો. આ દરમિયાન બુમાબુમ થતાં હુમલાખોરો તવેરા ગાડીમાં બેસીને ભાગી ગયા હતા.સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે નવ લોકો સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: