હુમલો: પીપોદરામાં ‘રસ્તો તમારા બાપનો છે’ કહીને 2 યુવકોને ઝાપટો મારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મનહર તથા વિપુલે ધારીયાથી હુમલો કરતાં બન્ને મહિલાઓને ઇજા

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામના લલીતાબેન પર્વતભાઇ પરમાર તા.27મીના રોજ સાંજના જમી પરવારી પરિવાર સાથે ઘરે હતા. તે દરમિયાન રાતના સાડા દશેક વાગ્યાના અરસામાં મનહર કેશરસીંગ પલાસ, વિપુલ મનહર પલાસ, બાબુ કેશરસિંહ પલાસ, મડીયા હીમલા પલાસ ઇકો ગાડીમાં આવી તેમના કુટુંબી સુનીલભાઇ જવેસીંગ તથા કાળાભાઇ ભોદુભાઇ બહાર ઉભેલા હોઇ તેઓને કહેલ કે આ રસ્તો તમારા બાપનો છો તેમ કહી બિભત્સ ગાળો બોલી ઝાપટ મારતાં બન્નેએ બુમાબુમ કરતાં કુટુંબી લીલાબેન તથા રીનાબેન દોડી આવતા મનહર તથા વિપુલ બન્ને જણાએ ધારીયાથી હુમલો કરતાં બન્ને મહિલાઓને ઇજા થઇ હતી.

આ દરમિયાન બુમાબુમ થતાં લોકો દોડી આવતાં હુમલાખોરોએ છુટ્ટા પથ્થરો મારતાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તેઓની ગાડી મુકી ભાગી ગયા હતા. આ સંદર્ભે લલીતાબેન પરમારે ચારેય હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં ધાનપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: