હુમલો: દાહોદમાં મહિલા હોમગાર્ડ અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે સ્ટેશન રોડ પર મારામારીના દૃશ્યો સર્જાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

દાહોદના સ્ટેશનરોડ સ્થિત સરસ્વતી સર્કલ ઉપર બુધવારે સવારે એક મહિલા હોમગાર્ડ અને એક પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે જાહેરમાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાતાં ઉપસ્થિત સૌ કોઈ એકક્ષણે સ્તબ્ધત બન્યાં હતાં. હોમગાર્ડ સિગ્નલ પર પોતાની ફરજ બજાવી રહ્યાં હતા તે સમયે ત્યાંથી પોલીસ કોન્સ્ટેબલ સિગ્નલ તોડી રવાના થતાં આ મહિલા હોમગાર્ડે ઉભા રાખી નિયમોનુ ભાન કરાવતાં ઉશ્કેરાયેલ પોલીસ કોન્સ્ટેબલ મહિલા હોમગાર્ડને માર મારી અભદ્ર વર્તન કર્યું હતું.પોતાની મોટરસાઈકલ સાથે સિગ્નલ તોડી જતા આ પોલીસ કોન્સ્ટેબલને મહિલા હોમગાર્ડ દિપીકાબેને રોક્યાં હતાં અને અને કાયદાનું ભાન કરાવતાં એકદમ ઉશ્કેરાયેલ પોલીસ કોન્સ્ટેબલ તખતસિંહ એકદમ ઉશ્કેરાયો હતો અને મહિલા હોમગાર્ડ દિપીકાબેનને બેફામ ગાળો બોલવા લાગ્યો હતો.

આ સાંભળી દિપીકાબેને ગાળો બોલવાની ના પાડી હતી અને તેમ છતાંયે આ પોલીસ કોન્સ્ટેબલ બેફામ ગાળો બકતો રહેતો હોવાથી દિપીકાબેને તેને એક લાફો ઝીંકી દીધો હતો. આ બાદ એકદમ આવેશમાં આવી ગયેલા આ પોલીસ કોન્સ્ટેબલ તખતસિંહે મહિલા હોમગાર્ડને જાહેરમાં પકડી માર મારવા લાગ્યો હતો અને વાળ પકડી તેમજ કોલર પકડી ગડદાપાટ્ટુનો માર માર્યાે હતો. મોંઢા ઉપર અને માથાના ભાગે નખ મારી ઈજાઓ પહોંચાડી હતી.

આ સમગ્ર મામલે દાહોદ તાલુકાના છાપરી ગામે નવા ફળિયામાં રહેતી દિપીકાબેન કિતારભાઈ સાંસી નામે આ મહિલા હોમગાર્ડ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે લેખિતમાં અરજી કરતાં ચાલુ સિગ્નલ પરથી કાયદા વિરૂધ્ધ જવાનો પ્રયાસ કરતાં પોલીસ કોન્સ્ટેબલ તખતસિંહને હાજર કરી પુછપરછ સહિત તપાસનો ધમધમાટ પોલીસે આરંભ કર્યાે છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: