હુમલો: દાહોદના વડ ગામે ‘અમારે ભાણેજનો કોઇ નિકાલ કરવો નથી’ કહી ત્રણ પર હુમલો

દાહોદ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભાણેજ સાથે વાત કરવા મુદ્દે ભેગા થયા હતાં
  • યુવકના પિતાએ 4 સામે ગુનો દાખલ કરાવ્યો

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વાલાભાઇ કુકાભાઇ પસાયાનો છોકરો અતુલને ગામની ભાણેજ પ્રિન્સીબેન સાથે વાતો કરતાં ગામના લોકો જોઇ જતાં તેના સમાધાન માટે યુવતીના મામાના પક્ષના લોકો તથા વાલાભાઇના પક્ષના લોકો તેમના ઘરની આગળ ભેગા થઇ સમાધાનની વાતો કરતા હતા. તે દરમિયાન બળવંતભાઇ દિપાભાઇ બિલવાળ ઉશ્કેરાઇ ગયો હતો અને અમારે ભાણેજ પ્રિન્સીબેન અંગે કોઇ સમાધાન કરવું નથી ક્યા ગયો અતુલ તેમ કહી હાથમાં પથ્થર લઇ છુટ્ટો મારતાં રાળુભાઇ રૂપસિંગભાઇ પસાયાને કપાળના ભાગે વાગતા લોહીલુહાણ થયા હતા.

આ દરમિયાન દિનેશભાઇ રાળુભાઇ પસાયા વચ્ચે પડતાં ઇશરાયેલ બળવંત બીલવાળ, વેચાત રૂપસીંગ બીલવાળ, પીન્ટુ નરસીંગ બીવલાળે તેને પણ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. તેમજ અમારી ભાણેજનો કોઇ નીકાલ કરવો નથી કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યાર બાદ નાસી ગયા હતા. રાળુભાઇને વધારે ઇજા થતાં દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: