હુમલો: ‘ટ્રેક્ટરથી જમીન કેમ નથી ખેડી આપતા’ કહી પુત્રનો પિતા પર હુમલો

દાહોદ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ‘2ના ભાગની જમીન ખેડી આપી મને કેમ નહીં’ કહી હુમલો

મોટા સલરા ગામે ટ્રેક્ટરથી જમીન ખેડવાના મામલે થયેલ ઝઘડામાં લાકડીથી હુમલો કરી પુત્રએ પિતાનો પગ ભાંગી નાંખી ગંભીર ઈજા પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પિતાએ પુત્ર સામે ગુનો નોંધાવ્યો હતો.

મોટા સલરા ગામના કૌશીકભાઈ રામજીભાઈ ગરાસીયા તેના પિતા 78 વર્ષીય રામજીભાઈ કમજીભાઈ ગરાસીયાના ઘરે લાકડી લઈ આવી તમે રાજુ અને સ્વરૂપના ભાગની જમીન ટ્રેક્ટરથી કેમ ખેડી આપેલ અને મને કેમ ખેડી નહીં આપો તેમ કહેતા પિતાએ પુત્રને કહેલ કે, તું દરરોજ અમારી જોડે અવાર નવાર ખોટી રીતે માથાકુટ કરે છે એટલે તને ખેડી આપતાં નથી તેમ કહેતા પુત્ર એકમદ ઉશ્કેરાઇ ગયો હતો. તેના હાથમાંની લાકડી પિતા રામજીભાઈને જમણા પગના નળા ઉપર મારી ભાંગી નાંખી ગંભીર પહોંચાડી ગાળો બોલી અને હવે પછીથી જો મને ખેડીનહીં આપો અથવા પૈસા નહી આપો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંબંધે ઈજાગ્રસ્ત રામજીભાઈ ગરાસીયાએ પુત્ર વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: