હુમલો: ગામડીમાં ગેરકાયદે જમીનમાં ખેડાણ મુદ્દે ટોળાનો હુમલો : છ લોકોને ઇજા

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • લાકડીઓ અને છૂટ્ટા પથ્થરો મારી હુમલો કરાતા 10 સામે રાયોટિંગનો ગુનો

ઝાલોદના ગામડી ગામમાં ગેરકાયદે રીતે જમીનમાં ખેડાણ કરતા સમાજવા જતાં ટોળાએ લાકડીઓ અને છુટ્ટા પથ્થરો મારી હુમલો કરી છ જેટલા લોકોને ઇજા થઇ હતી. આ સંદર્ભે ફરિયાદ નોંધાવતાં ચાકલિયા પોલીસે 10 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડી ગામના જોર્ડન સામસુન ગણાવા, સામસુન ગણાવા, પ્રિતેશ સીમોન ગણાવા, જસ્ટીન હાબેલ ગણાવા, મારથાબેન જયાનંદ ગણાવા, હાલુ ગણાવા, મનીષ હાલુ ગણાવા, કનુ ગણાવા, સબુરીબેન કનુ ગણાવા તથા મીનાબેન કનુભાઇ ગણાવાની વહુ તમામ લોકો હળ લઇ કોકીલાબેન હિતેન્દ્રભાઇ ડામોરની જમીનની પાસે આવેલ તેમના ગડા સસરા થોમાબાઇની જમીન સર્વે નંબર 404 અને 405 જેના ખાતા નંબર 213 વાળી જમીનમાં ખેડવા માટે જતા હતા. જેથી કોલીબાબેનના પતિ તથા કાકા સસરા સ્તેફનભાઇ થોમાભાઇ ડામોરે તેઓને સમજાવવા જતા તેઓએ જણાવેલ કે આ જમીન અમારી વડીલોપાર્જીત છે અમે ખેડવાના છીએ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેમજ જોર્ડન ગણાવાએ તલવાર મારી હિતેન્દ્રભાઇ ડામોરે કપાળના ભાગે ઇજા કરી હતી અને જસ્ટીઉન તથા પ્રિતેશે લાકડી મારી કોકીલાબેન તથા અન્ય લોકોને પાઠના ભાગે સપાટા મારી ઇજા કરી હતી.

અન્ય લોકોએ પથ્થરમારો કરતાં સ્તેફાનભાઇ ડામોરને જમણા કાનની નજીક ઇજા થઇ હતી. આ દરમિયાન બુમાબુમ થતાં દોડી આવેલા અન્ય લોકો દોડી આવતાં તેઓને પણ ઇજાઓ થઇ હતી. આ સંદર્ભે કોકીલાબેન હિતેન્દ્રભાઇ ડામોરે ચાકલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 10 લોકો સામે રાયોટીંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: