હિરેન પટેલની હત્યાકાંડ: ઝાલોદ હત્યા કેસમાં અમિત કટારાની ધરપકડ કરાતાં કોંગ્રેસે આવેદન આપ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ઝાલોદ પાલિકાના ભાજપ કાઉન્સિલરની હત્યામાં ખોટી રીતે અમિત કટારાનું નામ નાંખવાના આક્ષેપ સાથે આવેદન આપવામાં આવ્યું હતું.  

  • હિરેન પટેલની હત્યામાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી

ઝાલોદ પાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની હત્યામાં પોલીસે પાંચ આરોપીનો ધરપકડ કરાઈ હતી. જેમાં આ કેશમાં ફરાર ઇમરાન ગુડાલાની એટીએસ દ્વારા હરિયાણાથી ધરપકડ કરાયા બાદ પૂછપરછમાં પૂર્વ સાંસદ બાબુભાઇ કટારા અને ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના ઈશારે હિરેન પટેલની હત્યા કરાઇ હોવાનું બહાર આવતા દાહોદ એલસીબી દ્વારા ચિત્રોડિયા ખાતેથી અમિત કટારાની ધરપકડ કરતા રાજકારણ ગરમાયુ હતું. શુક્રવારના દિવસે બાબુભાઇ કટારા, ધારાસભ્ય ભાવેશ કટારા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશ ડાંગી દ્વારા કોંગી કાર્યકર્તાઓ સાથે નગરમાં રેલી કાઢીને પ્રાંત અધિકારીને બસ સ્ટેશન ચોકમાં આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, હિરેન પટેલ હત્યા કેશમાં સાચી દિશામાં તપાસ કરવાની જગ્યાએ ટુક સમયમાં યોજાનારી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કિનાખોરી રાખીને કોંગ્રેસને બદનામ કરવામાં આવી રહી છે.

ભાવેશ કટારા કોંગ્રેસમાં આવતા જ પાલિકા અને તાલુકામાં કોંગ્રેસ સત્તા સાથે મજબૂત થઈ હોવાથી પૂર્વ સાંસદ બાબુભાઇ કટારાના પરિવારને તેમજ કાર્યકરોને ખોટી રીતે હેરાન કરવાંમાં આવી રહ્યા છે. કોંગ્રેસના પાલિકા સભ્ય અંતિમ અગ્રવાલના માહોલ ગરમાયો હતો. ત્યારે અમિત કટારાને ગરમાયેલા માહોલ વચ્ચે લોખંડી બંદોબસ્ત સાથે ઝાલોદ કોર્ટમાં હાજર કરાયો હતો. પોલીસે વિવિધ મુદ્દાઓને લઇને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેમાં ઝાલોદ કોર્ટ દ્વારા ૫ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

રાજકીય કિન્નાખોરીમાં મારા પુત્રની ધરપકડ કરાઇ
2017માં કોંગ્રેસમાંથી ભાવેશ મોટી સરસાઈથી વિજેતા બન્યો હતો. તેમજ પાર્ટી દ્વારા મને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપતા સારા મત મળ્યા હતા. ભાજપ દ્વારા અમારી રાજકિય કારકિર્દીને કલંક લગાડવા અને રાજકિય કિન્નાખોરી રાખીને મારા પુત્રનું આ કેશમાં ખોટું નામ લઈને ધરપકડ કરાઈ છે. અમે કોંગ્રેસમાં આવ્યા છે ત્યારથી અમારા પરિવારને હેરાન કરાય છે. >બાબુભાઇ કટારા, પૂર્વ સાંસદ

સાચી તપાસ નહી કરાય તો આંદોલન કરીશું
હિરેન પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા સાચી દિશામાં તપાસ કરાય અને કોંગ્રેસના પાલિકાના સભ્યના આપઘાત મામલે પોલીસ દ્વારા કોના દબાણના કારણે આપઘાત કર્યો છે તે દિશા વહેલી તકે તપાસ નહીં કરાય તો જલદ આંદોલન કરીશું. >મુકેશભાઈ ડાંગી, ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ


Related News

Comments are Closed

%d bloggers like this: