હાલાકી: ​​​​​​​દાહોદ જિલ્લામાં કોરોના ટેસ્ટ કરાવાની અપીલ વચ્ચે ટેસ્ટ કિટની અછત સામે આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં રેપીડ ટેસ્ટ કરાવવા માટે જનતાને ધરમ ધક્કા ટેસ્ટ નહી થાય તો ભવિષ્યમાં પરિણામો ગંભીર આવશે

દાહોદ શહેર સહિત જિલ્લામાં રેપીડ ટેસ્ટની કિટોની અછતના કારણે લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યાં છે. અગાઉ દેવગઢ બારીયા અને લીમખેડા તાલુકામાં કિટો ખુટી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આ કિટો ખુટી જતા આવનાર દિવસોમાં તેના ગંભીર પરિણામ ભોગવવા પડે તેમ લાગી રહ્યુ છે.

ટેસ્ટ કરાવવો હોય તો કિટને અભાવે ટેસ્ટ કેવી રીતે સંભવ છે

દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો રોજેરોજ સદી વટાવી રહ્યા છે. સાથે જ મૃત્યુઆંક પણ વધતાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ કરાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ આ અપીલના જાણે છડેચોક ધજાગરા ઉડતાં હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રેપીડ ટેસ્ટની કિટો જ ન હોય તો લોકો ટેસ્ટ કેવી રીતે કરાવે અને જો કોઈ દર્દી કે વ્યક્તિને ફરજીયાત ટેસ્ટ કરાવવો હોય તો કિટને અભાવે ટેસ્ટ કેવી રીતે સંભવ છે.

સીડીએચઓનો સંપર્ક કરતાં તેમણે સરકારી મોબાઈલ ફોન પણ ઉઠાવ્યો નથી

આવી જ પરિસ્થિતી દાહોદ જિલ્લામાં નિર્માણ થઈ રહી છે. દાહોદ જિલ્લામાં હવે રેપીડ ટેસ્ટની કિટો રોજે રોજ ખુટી જવાની બુમો ઉઠે છે. ટેસ્ટ વધારવા માટે તો અપીલ કરાઈ રહી છે. પરંતુ તેની સામે કિટો પણ ફાળવવામાં આવે તે અત્યંત જરૂરી છે. રેપીડ ટેસ્ટ કરાવવા લોકોને આરોગ્ય કેન્દ્રથી લઈ સરકારી દવાખાનાના ધરમના ધક્કા ખાવા પડી રહ્યાં છે. શહેર સહિત જિલ્લાના હોસ્પિટલો કોરોના દર્દીથી એક બાજુ હાઉસ ફુલ થઈ ગયાં છે. ત્યારે હવે બીજી તરફ ટેસ્ટની કિટો પણ ખુટી જતા તંત્ર દ્વારા આ મામલે ગંભીરતા દાખવી વહેલામાં વહેલી તકે ટેસ્ટની કીટો ફાળવવામાં આવે અને ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે. આ મામલે સીડીએચઓનો સંપર્ક કરતાં તેમણે સરકારી મોબાઈલ ફોન પણ ઉઠાવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: