હાલાકી: મોડેલ ડે સ્કૂલના શિક્ષકોને 11 માસથી પગાર ચૂકવાયો નથી, મુખ્યમંત્રી કાર્યાલયની સૂચનાની ધરાર અવગણના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પગાર નહીં ચૂકવાતા મુખ્યમંત્રીને રજૂઆત થઇ હતી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી મુકામે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી મોડેલ ડે સ્કુલ કાર્યરત કરવામાં આવી છે. આ શાળામાં પાંચ શિક્ષક કર્મચારીઓની પ્રવાસી શિક્ષક તરીકે ભરતી કરાઇ હતી. તેમને માસિક રૂા.13,500 રૂપિયા પગાર ચૂકવાતો હતો.પરંતુ એપ્રિલ 2020થી આ શિક્ષક કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવેલ નથી.

શિક્ષકોને કુટુંબ પરિવારનું ભરણપોષણ કરવા અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે.શિક્ષકોએ પગાર મહેનતાણાની ચુકવણી થાય તે માટે જિલ્લા કલેકટર, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડને લેખિત રજૂઆતો કરીપણ શિક્ષકોનો પગાર ચૂકવાયો નહતો.આખરે શિક્ષક કર્મચારીઓએ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયને આ બાબતે 15 ફેબ્રુઆરી 2021નારોજ લેખિત રજૂઆત કરતા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા 2 માર્ચ 2021ના રોજ શિક્ષકોનો 11 માસનો બાકી પગાર તાત્કાલિક અસરથી ચૂકવવા માટે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને લેખિતમાં જાણ કરા પરંતુ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયના લેખિત આદેશની ધરાર અવગણના કરી આજ દિન સુધી પગાર નહિ કરાતાં શિક્ષકોમાં ભારે નિરાશા વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: