હાલાકી: મંડાવાવ રોડ પર ધૂળની ડમરીઓથી લોકો પરેશાન

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ મંડાવાવ રોડની જર્જરિત હાલતથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. - Divya Bhaskar

દાહોદ મંડાવાવ રોડની જર્જરિત હાલતથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

  • સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામેલા દાહોદમાં લગભગ બે માસથી ચાલતું ખોદકામ હવે પૂરું થાય તેવી સ્થાનિકોની માગણી

દાહોદની સ્માર્ટ સિટી તરીકે પસંદગી થયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેસ, ભૂગર્ભ ગટર કે વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈન નાંખવાના કામ ચાલતા સ્થાનિકોને પારાવાર તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મંડાવાવ રોડ ખાતે લાંબા સમયથી ચાલતી વરસાદી પાણીની લાઈનના કામના કારણે આ વિસ્તારના આવાગમન ઉપર ખાસ્સી અસર થઈ છે. તો સાથે આ વિસ્તારમાં સતત ઉડતી ધૂળથી લોકોને ધૂળજન્ય બીમારીઓનો સામનો પણ કરવો પડે છે.

આ વિસ્તારમાં આવેલ વ્યવસાયોને પણ ઘરાકો પણ ખોદકામના લીધે નહીં આવી શકતા ખાસ્સી અસર થવા પામી છે. વર્તમાન નગરપ્રમુખ પોતે જે વોર્ડ નં.4માંથી નિયુક્ત થયા છે તેમાં જ મંડાવાવ રોડનો સમાવેશ થાય છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે ખોદકામ પામેલ રસ્તા સમારકામની પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. છેલ્લા આશરે 2 મહિનાથી આ વિસ્તારમાં ચાલતા ખોદકામ બાદ ખાડાઓના સામ્રાજ્યના કારણે દિવસ દરમ્યાન નાના મોટા અનેક અકસ્માતો પણ સર્જાતા રહે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રિ- મોન્સુન કામગીરી ચાલી રહી છે ત્યારે ચોમાસાના આગમન પૂર્વે આ માર્ગે યોગ્ય સમારકામ પૂરુ કરી દેવામાં આવે તેવો સુર આ વિસ્તારમાં રહેતા પ્રજાના મનમાં લાગણી પ્રવર્તી રહી છે.

વિસ્તારમાં ધૂળનો લાંબા સમયથી ત્રાસ છે
છેલ્લા લગભગ બે મહિનાથી અમારા વિસ્તારમાં વિવિધ કામોને લીધે ખોદકામ અને પૂરાં કામ ચાલતું જ રહે છે ત્યારે તંત્ર જયારે કોઈ એક કામ માટે ખોદે છે ત્યારે બીજા તંત્રનો પણ એમના કામ એ ખોદકામ દરમ્યાન કેમ નથી કરતા? તે પણ મહત્વનો સવાલ છે. સતત ધૂળ ઊડતી રહે છે અને અનેક ગામોને જોડતા મહત્વના આ રસ્તે લોકોને આવવા-જવાનું પણ મુશ્કેલ બન્યું છે. >જિજ્ઞેશ પંચાલ, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: