હાલાકી: દાહોદ સિટી સર્વેની કચેરીમાં 7 દિવસથી ઈન્ટરનેટ બંધ હોઇ ગ્રાહકો પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • કચેરીના ધક્કા ખાવા પડતાં લોકોમાં રોષ
  • ઇન્ટરનેટ બંધ રહેતાં જમીનના કામો અટવાયા

દાહોદ કલેક્ટર કચેરી પાસે આવેલી સીટી સર્વેની કચેરીમાં છેલ્લા એક સપ્તાહથી ઈન્ટરનેટ સેવા બંધ હોવાના કારણે જમીન સંબંધિત કામો પર બ્રેક વાગેલી જોવા મળી હતી. હાલમાં અગત્યની વિવિધ એન્ટ્રીઓ દાખલ ન થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ટરનેટ સર્વર બંધ હોવાના કારણે લોકોના સીટી સર્વે કચેરીમાં વારસાઈ , હકકમી, વેચાણ, બોજો દાખલ સહિતની જમીન સંબંધિત એન્ટ્રીઓના કામો અટવાઈ પડ્યા હતા.

હાલમાં કચેરીમાં ઓનલાઇન કામો બિલકુલ ઠપ થઇ જતા હજારો લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. સાથે જમીન સંબંધિત કામો એકાએક અટવાતા લોકોમાં રોષ વ્યાપેલો જોવા મળ્યો હતો. સીટી સર્વેની કામગીરી સત્વરે ચાલુ કરવા લોકોમાં માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: