હાલાકી: દાહોદમાં એડવાન્સમાં હુકમો માંગતા સંચાલકોમાં કચવાટ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- સરકાર દ્વારા અનુદાનિત ઉ.મા. વિભાગની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે
- જિલ્લામાં 148 ઉમેદવારોની ભરતી કરવાની છે
હાલમાં અનુદાનિત ઉ.માં વિભાગની સરકાર દ્વારા સીધી ભરતી કરી રહી છે. જે શાળાઓમાં જગ્યાની ભરતી થઈ રહી છે, તેવી શાળાઓના સંચાલકોને પસંદગી પામેલા ઉમેદવારો અંગે કોઈ જ માહિતી આપ્યા વિના ઉમેદવારના નિમણૂક પત્રકમાં સંચાલક મંડળના હોદ્દેદારોની મંજૂરી માટે તાત્કાલિક સહી કરાવવાની ફરજ પાડી છે. દાહોદ જિલ્લા સંચાલક મંડળની મળેલી બેઠકમાં આ બાબતને વખોડી હતી.
સંચાલક મંડળે જણાવ્યુ હતું કે, સરકારની સીધી ભરતીનો વિરોધ નથી પરંતુ પસંદગી થયેલા ઉમેદવારને હાજર કરવાની પ્રક્રિયામાં વિસંગતતા જોવા મળે છે. જેમ કે અનુદાનિત મા. અને ઉ. માધ્યમિક શાળાઓનું સંચાલન ‘બોમ્બે પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ એકટ ‘-૧૯૬૦ હેઠળ થાય છે જેના નિયમોનું સંચાલક મંડળે અનુસરણ કરવાનું હોય છે. જો તે નિયમોનું ઉલ્લંઘન કોઈ શાળામાં થયું હોય તો તેને દંડ થયાના પણ ઘણા દાખલા છે .જ્યારે આ પ્રક્રિયામાં ઉમેદવારને હાજર કરવા બાબતે જે તે કેળવણી મંડળ મિટિંગ બોલાવી સર્વ સભ્યોને જાણ કરી પછી જ ઠરાવ કરવામાં આવે છે.
આવી બાબતો માટેનું જે સમય મર્યાદા મળવી જોઈએ તે સમય આપ્યા સિવાય તાત્કાલિક ધોરણે જેતે સંચાલક મંડળ ને પસંદગી પામેલ ઉમેદવાર માટે સંમતિ પત્રકમાં સહી લેવામાં આવે છે. જેનાથી જિલ્લાના સંચાલક મંડળમાં અસંતોષ છે. તો સીધી પ્રક્રિયામાં સરકાર દ્વારા તાત્કાલિક મંજૂરી માટે સંમતિ માંગવામાં આવી તેની જગ્યાએ તેની સામે ૭ દિવસ ની સમય મર્યાદા આપવામાં આવે તો સંચાલકો ઉમેદવારથી માહિતગાર થાય અને ઉમેદવાર ગામ તેમજ સંસ્થાથી માહિતગાર બને જે શાળા તથા સંસ્થાની પ્રગતિ માટે અનિવાર્ય છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed