હાલાકી: દાહોદની ટ્રાફિક સમસ્યા તંત્ર માટે સરદર્દ બની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • તંત્રના ચોપડે રોડ વન-વે તરીકે જાહેર છે
  • ટેમ્પાેના આવાગમન પર પ્રતિબંધની માગ

દાહોદના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના પાઈપ કાજે ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે બાકીના માર્ગો ઉપર સ્વાભાવિક રીતે વધુ ટ્રાફિક રહે છે. તેવા સમયે દાહોદના એમજી રોડ એમ જ ખૂબ સાંકડો જ છે છતાં રીક્ષા, હાથલારી અને માલવાહક ટેમ્પાનો ઝમેલો દિવસભર આવાગમન કરતા લોકોને કનડગતરૂપ નિવડે છે. તો શહેરના એમ.જી રોડ ઉપર દુકાન ધરાવતા અનેક વેપારીઓ પણ પોતાના સ્કુટરો ઉભા મુકી દે છે જેને લઇને રોડ સાંકડો બની રહે છે.

ઉલ્લેખનીય છે કે સરકારી ચોપડે વર્ષોથી આ એમ.જી.રોડ વન-વે તરીકે જાહેર થયેલો છે‌. ત્યારે કમસેકમ માલસામાન ટેમ્પાઓ માટે વહેલી સવાર અથવા તો મોડી સાંજનો સમય તંત્ર દ્વારા નિયત કરવામાં આવે તો ખાસ કરીને દરરોજ બપોરના સમયે સર્જાતો ટ્રાફિકજામ ન થાય તેવી લોક લાગણી વહી રહી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: