હાલાકી: દાહોદના અનેક વિસ્તારોમાં સવારથી સાંજ સુધી વીજ પુરવઠો બંધ રહ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • એમ.જી.વી.સી.એલ દ્વારા સ્ટેશન રોડ સ્થિત આઠ વૃક્ષોનું ટ્રિમિંગ કરાયું

દાહોદમાં મંગળવારે એમ.જી.વી.સી.એલ. દ્વારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં એમ.વાય. હાઈસ્કૂલ અને આર.એલ.હાઈસ્કૂલની બહારના ભાગે આવેલ અનેક વૃક્ષોનું ટ્રીમીંગ કરી વીજલાઈનનું સમારકામ હાથ ધરાતા આ ફીડર અંતર્ગત આવતા વિસ્તારોમાં સવારથી સાંજે ચાર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રખાતા નગરજનો અસરગ્રસ્ત બન્યા હતા.

દા.અ.મ.સા.એ. સોસાયટી સંચાલિત એમ.વાય.હાઈસ્કૂલ અને આર.એન્ડ એલ.પંડ્યા હાઈસ્કૂલની બહારના ભાગે દાહોદ પાલિકા દ્વારા અગાઉ વોકિંગપથ તરીકે વિકસાવેલ આ વિસ્તારમાં ઉપરથી પસાર થતી વીજલાઈનોને નજીકના વૃક્ષોની ડાળીઓ નડતી હોઈ તેનું ટ્રીમીંગ વીજતંત્ર દ્વારા હાથ ધરાયું હતું. અને આ કાર્યવાહી હેઠળ આશરે 8 થી 9 વૃક્ષોની વીજલાઈનને નડતી ડાળીઓ કાપી દેવાઈ હતી. ત્યારે આ વિસ્તારમાં વીજપુરવઠો પુરું પાડતું ટ્રાન્સફર્મર જે નગરશેઠ મુ. શેઠકાકાના બાવલાની બહારના ભાગે વર્ષોથી છે તે આ વોકિંગ પથમાં અને સ્માર્ટસીટીની શોભામાં નડતરરૂપ છે.

અને આ સાથે જ આ ટી.સી.ની આસપાસ અનેક દબાણો પણ વ્યાપ્ત થયા છે ત્યારે વીજતંત્ર દ્વારા આ અને શહેરના અન્ય વિસ્તારોમાં આવેલ અને હવે નડતરરૂપ બનતા ટ્રાન્સફર્મરો અન્ય સલામત સ્થળોએ હટાવી દેવાય તેવો ગણગણાટ આ કાર્યવાહી વખતે જન્મ્યો હતો. તો સાથે જ જ્યારે ટ્રીમીંગ કરવા માટે વીજતંત્ર દ્વારા બધી લાઈનો નીચે ઉતારી દેવાઈ‌ હતી. આ લાઈનોને ભવિષ્યમાં સ્માર્ટસીટીની કાર્યવાહી હેઠળ જ્યારે અંડરગ્રાઉન્ડ કરવાની છે તો તે કાર્યવાહી અત્યારથી કેમ નથી કરાતી?- તેવો સુર પણ આ વખતે પસાર થતા આ ક્ષેત્રના તજજ્ઞોએ વ્યક્ત કર્યો હતો.

નડતરરૂપ ટી.સી. હટાવાય તો ત્યાં રંગીન ફુવારો મૂકવાની તૈયારી
શાળા પરિસરની બહારના ભાગે મુકાયેલ એમ.જી.વી.સી.એલ.નું ટ્રાન્સફર્મર શહેરના મુખ્ય રોડ પરથી અન્યત્ર ખસેડી લેવાય તો મુ. શેઠકાકાના બાવલા આગળની આ  જગાએ એજ્યુકેશન સોસાયટી, સ્માર્ટ સીટીની શોભા વધારે તેવા રંગીન ફુવારો લગાવી દેવા તૈયાર છે. આમ થાય તો સ્ટેશનરોડની રોનક વધી જાય. આ રજુઆત સ્માર્ટસીટીની બેઠકમાં મેં કરેલી જ છે- સુરેશભાઈ શેઠ, પ્રમુખ ટ્રસ્ટી, દા.અ.મ.સા.એ. સોસાયટી


Related News

Comments are Closed

%d bloggers like this: