હાલાકીની શક્યતા: દાહોદ જિલ્લાની સરકારી દુકાનોમાં રાહતદરના અનાજનો જથ્થો ન હોવાથી ઘર્ષણના એંધાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • હોળી પર્વને 8 દિવસ બાકી છે ત્યારે જ મુશ્કેલી…

દાહોદ જિલ્લામાં હોળીના તહેવારને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. જિલ્લાની સરકારી દુકાનોમાં યોજનાવાર રાહતદરનો અનાજનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી જીલ્લાના ગરીબ લાભાર્થીને રાહતદરના સરકારી અનાજથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

દાહોદ જિલ્લામાં હાલમાં સરકારી સસ્તા અનાજની કુલ અંદાજિત 640 જેટલી વ્યાજબી ભાવની દુકાનો કાર્યરત છે.આ દુકાનો ઉપરથી દાહોદ જિલ્લાના લાખો ગરીબ તથા અતિ ગરીબ લાભાર્થીઓને પ્રતિમાસ રાહત દરે ઘઉં-ચોખા ખાંડ મીઠું સરકારની યોજના મુજબ તથા ધારાધોરણ અનુસાર રાહત દરનો જથ્થો વિતરણ કરવામાં આવે છે. પરંતુ માર્ચ માસ અડધો વીતી ગયો હોવા છતાં પણ જિલ્લાની સરકારી દુકાનોમાં યોજનાવાર જથ્થો સરકારના પુરવઠા વિભાગ દ્વારા ફાળવાયો નથી. આમલકી એકાદશી એટલે કે 25મી માર્ચથી દાહોદ જિલ્લામાં હોળીના તહેવારનો પ્રારંભ થશે.હોળીનું આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં અતિ મહત્વનું સ્થાન છે. ત્યારે જિલ્લાના ગરીબ લાભાર્થીઓને અનાજનો જથ્થો સમયસર મળશે કે કેમ તે પ્રશ્ન મુશ્કેલ બન્યો છે.

ટ્રાન્સફર સ્કીમ હોવી જરૂરી
દાહોદ જિલ્લાના સરકારી અનાજ ગોડાઉનોમાં MDM,ICDS,આદિજાતિ કન્યાઓને વિતરણ કરવાનો પર્યાપ્ત જથ્થો હોય છે.જેની જરૂરિયાત જે તે સમયે થતી હોય છે.પુરવઠા નિગમ દ્વારા આ જથ્થો અન્ય યોજનામાં ટ્રાન્સફર કરવાની સ્કીમ અચાનક બંધ કરી દેવાથી વિતરણ વ્યવસ્થામાં મુશ્કેલી સર્જાય છે.અગાઉના સમયમાં આ જથ્થો ટ્રાન્સફર થઇ શકતો હતો.માટે ટ્રાન્સફર સ્કીમ કાર્યરત કરવી જરૂરી છે.

મામલતદારને રજૂઆત કરી છે
દાહોદ જિલ્લાની તમામ સરકારી દુકાનોમાં યોજનાવાર અનાજનો જથ્થો ફાળવાયો નથી.જેના કારણે હોળીના તહેવારોને અનુસંધાને દુકાનદાર તથા ગ્રાહકો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા છે. દુકાનદારને જથ્થો તાત્કાલિક મળે તે માટે જિલ્લા પુરવઠા નિગમ મામલતદારને રજૂઆત કરી છે. કોવિડ 19 સંક્રમણથી બચવા તમામ દુકાનદારને રસીકરણનો લાભ મળે તેવી વિનંતી પણ તંત્રને કરું છું. – ઉદેસિંહ લબાના, પ્રમુખ FPS એસો. દાહોદ

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: