હવે રેલવે કર્મીઓને ઘરે બેઠાં મુસાફરીનો ઇ-પાસ, ઓફિસના ચક્કરથી છુટકારો મળશે
દાહોદ13 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- રતલામ મંડળમાં સુવિધા શરૂ કરાઇ, અત્યાર સુધી મેન્યુઅલી પાસ અપાતા હતાં
રેલવે કર્મચારીઓને ઘર બેઠે ઇ પાસ અને પ્રવિલેજ ટિકિટ ઓર્ડર (પીટીઓ) મળવાના શરૂ થઇ ગયા છે. તે માટે સેન્ટર ફોર રેલવે ઇન્ફોરમેશન સંગઠન દ્વારા બનાવેલા નામવ સંસાધન પ્રણાલીનું ઇ પાસ મોડ્યુલ બનાવ્યુ છે. તેમાં કર્મચારીઓની પુરી વિગત છે. ઇ-પાસ વાળા ઓપ્શન ઉપર જઇને જરૂરી જાણકારી ભરતા જ કર્મચારીનું ઇ-પાસ જનરેટ થઇ જશે. અત્યારસુધી પાસ મેન્યુઅલ આપવામાં આવતા હતાં. નવી સુવિધા રતલામ મંડળના 14500 સેવારત કર્મીઓ સાથે બે હજારથી વધુ સેવાનિવૃતો પણ સુવિધા મળશે. પૂરી પ્રક્રિયા પેપરલેસ હોવાને કારણે સ્ટેશનરીનો ખર્ચ પણ ઓછો થશે.
મોબાઇલ ફોન પર કોડ આવશે
કર્મીઓને રેલવેની પાસ સુવિધા માટે પર્સનલ વિભાગના ચક્કર લગાવવા પડતા હતાં. કાગળની પ્રક્રિયા દરમિયાન રેલવેપાસ સુવિધાનો દુરુપયોગ થવાની આશંકા રહેતી હતી. હવે પુરો ડેટા ઓનલાઇન અપડેટ રહેશે. સિસ્ટમ ઇ-પાસથી જોડાયેલી જાણકારી થોડી વારમાં અધિકારીઓ અને કર્મીઓને આપશે. કર્મીઓને પાસ લઇને ટિકિટ કાઉન્ટર પર જવા, મુસાફરી દરમિયાન સંભાળી રાખવું નહીં પડે. મોબાઇલ કોડને સંભાળીને રાખવોે. કોડ સીટ રિઝર્વ કરતાં સમયે ફોર્મમાં ભરવું પડશે.
આ પ્રકારે મળશે કર્મીઓને ઇ-પાસ
કર્મીઓને ઇ-પાસ મોડ્યુલ પર ઓનલાઇન અરજી કરી જાણકારી ભરવી.
કાર્મિક વિભાગ તેનું વેરિફિકેશન કરીને ઇ-પાસ મુકશે.
તેમાં PRS/UTS કાઉન્ટરથી ટિકિટ બુકિંગ સુવિધા સિવાય પાસઉપર ટિકિટ બુક કરવાની સુવિધા IRCTCની વેબસાઇટ પર મળશે.
અધિકારીને 1 વર્ષમાં 6 અને સેવાનિવૃત થતાં 3 પાસ મળે છે. આ પાસ દ્વારા તેઓ અને તેમના આશ્રિત નિ:શુલ્ક મુસાફરી કરે છે.
કર્મીઓને વર્ષમાં 3 અને સેવાનિવૃત થતાં 2 પાસ મળે છે. રેલવે કર્મીઓને 4 પ્રીવિલેજ ટિકિટ ઓર્ડર પણ મળશે.
0
Related News
ધરપકડ: ભાણપુરમાં દારૂના જથ્થા સાથે છકડા ચાલક ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
રજૂઆત: માંડલી આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝરને 7 માસ બાદ બદલીનો ઓર્ડર મળતા નારાજ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed