હવે ફાઇનલ: દાહોદ જિલ્લામાં 2022ની સેમી ફાઇનલમાં ભાજપાનો 86 ટકા બેઠકો પર કબ્જો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોંગ્રેસે જીતેલી વિધાનસભાની ત્રણ બેઠકો હવે જોખમમાં આવી ગઇ 9 તાલુકા પંચાયતોની મળીને કોંગ્રેસને 238 પૈકી માત્ર 40 બેઠકો જ મળી

દાહોદ જિલ્લામાં કોંગ્રેસ કંગાળ સ્થિતિમાં આવી ગઇ છે.કારણ કે તાલુકા પંચાયતની 83 ટકા અને જિલ્લા પંચાયતની 86 ટકા બેઠકો પર ભાજપે કબ્જો કરી લીધો છે.ત્યારે ભાજપે વિધાનસભાની સેમીફાઇનલમાં મેળવેલી આ પ્રચંડ જીત 2022ની ફાઇનલમાં કોંગ્રેસને ક્લીન બોલ્ડ કરી દેશે તેવો આત્મ વિશ્વાસ ભાજપાના કાર્યકરો નોતાઓ વ્યક્ત કરી રહ્યા છે.કારણ કે મુખ્યત્વે દાહોદ વિધાનસભા બેઠક કબ્જે કરવાનુ ભાજપાનુ વર્ષો પુરાણું સ્વપ્ન છે.

દાહોદ જિલ્લા પંચાયતમાં થયેલો કરુણ રકાસ કોંગ્રેસીઓ હજીએ સ્વીકારવા તૈયાર નથી. કારણ કે 50માંથી માત્ર 6 બેઠકો જ મળતાં 20 બેઠકોનું સીધુ નુકસાન થયુ છે. જેથી જિલ્લા પંચાયતમાં સત્તાના સપના દેખનારા કોંગ્રેસીઓને ધોળે દિવસે તારા દેખાઇ ગયા છે. જિલ્લા પંચાયતની 86 ટકા બેઠકો પર કમળ ખીલી ગયુ હોવાથી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ જિલ્લામાં કરમાઇ જાય તો નવાઇ પામવા જેવું નહીં હોય.

તેવી જ રીતે દાહોદ જિલ્લામાં કોંગ્રેસ માટે હવે આગામી સમયમાં કપરાં ચઢાણ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. કારણ કે દાહોદ જિલ્લાની 9 તાલુકા પંચાયતોની કુલ 238 બેઠકોમાંથી ભાજપે 198 બેઠકો પર વિજય પતાકા લહેરાવી છે. આમ જિલ્લામાં 83 ટકા બેઠકો પર ભાજપાનો કબ્જો છે. જિલ્લા પંચાયતમાં પણ ભાજપે 43 બેઠકો સાથે ક્લીન સ્વીપ કરી દીધી છે ત્યારે વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ માટે લોઢાનાં ચણા ચાવવા જેવો સમય આવી ગયો હોય તેમ લાગી રહ્યુ છે.

જિલ્લામાં વિધાનસભાની કુલ 6 બેઠકો છે. તેમાંથી ત્રણ કોંગ્રેસ પાસે અને ત્રણ ભાજપ પાસે છે.જેમાં દાહોદ,ગરબાડા અને ઝાલોદ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો વિજેતા થયા હતા જ્યારે લીમખેડા,દેવગઢ બારીયા અને ફતેપુરા બેઠક પર ભાજપાના ધારાસભ્યો ચુંટાયેલા છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને જોતાં જે ત્રણ બેઠકો કોંગ્રેસના કબ્જામાં છે તે તમામ વિસ્તારોમાં ભાજપે કોંગ્રેસના સુપડાં સાફ કરી દીધા છે.જેથી આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ જિલ્લાની તમામ બેઠકો પર વિજય મેળવવા પ્રયત્ન કરશે તે નિશ્ચિત છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: