હવામાન: દાહોદ જિલ્લાનાં 6 તાલુકામાં ગત વર્ષ કરતાં ઓછો, 3માં સરેરાશ વરસાદ નોંધાયો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • 10 જુલાઈ 2019માં 282 મિમી નોંધાયો હતો
  • 2020માં 164 મિમીની સામે આ વર્ષે માત્ર 53 મિમી નોંધાયો છે

ગત વર્ષે તા.10.7.20ની સરખામણીએ આ વર્ષે તા.10.7.21 સુધીમાં દાહોદ જિલ્લામાં 2.66 % ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષે તા.10 સુધીમાં જિલ્લાના નવ તાલુકાઓમાં સરેરાશ વરસેલા 9.80 % વરસાદની સામે આ વર્ષે સરેરાશ 7.14 % વરસાદ નોંધાયો છે. જિલ્લાના દાહોદ તાલુકામાં તા.10 જુલાઈ 19 ના રોજ 282 મીમી અને ગત વર્ષે તા.10.7.20 સુધીમાં વરસી ચુકેલા 164 મીમી વરસાદની સામે આ વર્ષે દાહોદ તાલુકામાં માત્ર 53 મીમી વરસાદ જ નોંધાયો છે.

આ વર્ષે ફતેપુરા, સીંગવડ, લીમખેડા અને તાલુકાઓમાં ગત વર્ષની સરખામણીએ આ દિવસ પર્યંત બરાબરીનો અથવા વધુ વરસાદ વરસી ચુક્યો છે તો દાહોદ સહિત દેવગઢ બારીયા, ગરબાડા, ધાનપુર, સંજેલી અને ઝાલોદ તાલુકાઓમાં ગત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ છે. દાહોદ તાલુકા સહિત સમગ્ર જિલ્લાના અનેક તાલુકાઓમાં આરંભિક વરસાદ બાદ વાવેતર થઇ ચુક્યું છે ત્યારે વરસાદ લંબાતા ખેતરોમાં કાતરા સહિતની જીવાતો ઉત્પન્ન થઇ ચુકતા વાવેતર નિષ્ફળ નીવડવાની ભીતિ છે. હજુય વરસાદનું સમયસર આગમન થાય તો વાવેતર બચી શકે તેમ છે તેમ જાણવા મળ્યું છે.

30 વર્ષનો સરેરાશ વરસાદ મીમી
દાહોદ 751
ગરબાડા 647
ઝાલોદ 705
ફતેપુરા 746
સંજેલી 738
લીમખેડા 775
ધાનપુર 705
સીંગવડ 755
બારીયા 744
સરેરાશ 730
10 જુલાઈ સુધીનો વરસાદ (મિમી)
તાલુકો 2019 2020 2021
દાહોદ 282 164 53
ગરબાડા 160 35 32
ઝાલોદ 176 52 35
ફતેપુરા 149 95 107
સંજેલી 166 90 68
તાલુકો 2019 2020 2021
લીમખેડા 268 29 38
ધાનપુર 120 72 23
સીંગવડ 275 29 43
બારીયા 150 96 74
સરેરાશ 194 74 53

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: