હવામાન: દાહોદમાં ગુરુવારે પરોઢે ધુમ્મસ સાથે ઠંડક ફેલાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • સવારે 16, બપોરે 28 ડિગ્રી તાપમાન

દાહોદ શહેરમાં ગુરુવારે વહેલી સવારથી સળંગ બે- અઢી કલાક વાતાવરણ ધુમ્મસથી ઘેરાઈ જતા દાહોદમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. તા. 7 જાન્યુઆરીએ વહેલી સવારથી લગભગ દસ વાગ્યા સુધી દાહોદમાં સૂર્ય નહીં નીકળતા ઠંડી લહેરખી ફૂંકાતા લોકોએ ત્રણેક દિવસના બ્રેક બાદ ફરી એકવાર શિયાળાનો અનુભવ કર્યો હતું. જો કે બાદમાં દાહોદમાં તાપ નીકળતા વાતાવરણ હૂંફાળું બનતા બજારમાં ચહલપહલ વધવા પામી હતી.

ગુરુવારે બપોરના સમયે દાહોદમાં 28 સે‌.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે સવારે પણ દાહોદમાં દિવસનું લઘુત્તમ તાપમાન 16 સે.ગ્રે.ડિગ્રી હોવા છતાં 45 % ભેજ સાથે 20 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને લઇને દાહોદમાં ઠંડકનું મોજું ફરી વળ્યું હતું. બપોરે તાપમાન વધતા જ વાતાવરણ હૂંફાળું બન્યા બાદ સાંજ પડતા જ શહેરમાં ફરીથી શીતલહેર ફૂંકાતા ઠંડકનો માહોલ શરુ થઇ જવા પામ્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: