હવામાન: દાહોદમાં અચાનક વાવાઝોડું ફૂંકાયું ધાનપુર તાલુકામાં ઝરમર વરસાદ

ગોધરા / હાલોલ2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ચોમાસુ ધીમે ધીમે અાગળ વધી રહ્યુ છે. ત્યારે પંચમહાલમાં ગોધરા, હાલોલ, કાલોલ સહિત પંથકમાં બુધવારની રાત્રીઅે જોરદાર ઝાપટા સાથે વરસાદ વરસતા ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ જવા પામી છે. છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો સહિત લોકો વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા હતા. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.

અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. જ્યારે બીજી બાજુ વરસાદ વરસતા ગોધરા, હાલોલ, કાલોલ સહિતના સ્થળોઅે વિજ કંપની દ્વારા વિજ પુરવઠો બંધ કરી દેવાતા લોકો બફારાથી અાકુળ વ્યાકુળ થઇ ગયા હતા. ગુરુવારે બપોરના સુમારે પુન: ગોધરામાં છુટા છવાયા ઝાપટા પડ્યા હતા. જ્યારે હાલોલમાં આકાશમાં વાદળો કાળાડિબાંગ સાથે ફરી એકવાર તોફાની બેટિંગ કરી હતી. ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા બજારમાં ખરીદી કરવા નીકળેલા લોકોએ દોડધામ મચાવી મૂકી હતી. અને જનજીવન પ્રથમ વરસાદથીજ પ્રભાવિત થતું જોવા મળ્યું હતું.

અને હાલોલમાં સીઝનના પ્રથમ વરસાદે જ પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી હતી. જેમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને ઠેર ઠેર વરસાદી પાણીથી ખાડા ખાબોચિયા ભરાયા હતા. જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદે દસ્તક દેતા ધરતીપુત્રો ખેતીકામમાં જોતરાવવાની તૈયારીઓમાં લાગી ગયા હતા અને આકાશમાંથી વરસાદ રૂપી કાચુ સોનું વરસાવતા ધરતીપુત્રીમાં ખુશી વ્યાપી જવા પામી હતી. જ્યારે ભારે પવન સાથે વરસાદના કારણે તાલુકાના રામેશરા બાસ્કા રોડ પર આવેલ મુખ્ય માર્ગ પર કેટલાક તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા વાહનચાલકોને આ માર્ગ પરથી વાહન ચાલકો ને તકલીફ પડી હતી.

દાહોદ : દાહોદમાં ગુરુવારે બપોરે અચાનક વાવાઝોડું ફૂંકાવા સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. આ સાથે જ અસહ્ય ઉકળાટસભર ગરમી સાથે લોકો બફારાથી ત્રસ્ત બન્યા હતા. દાહોદ શહેરમાં તા.17ને ગુરુવારે સવારે લઘુત્તમ 25 અને બપોરે મહત્તમ 35 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે પવનની ગતિ 20 કિમી/કલાકની નોંધાઇ હતી અને હવામાં 50% ભેજ નોંધાયો હતો. બપોરના સમયે સાવ અચાનક જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાતા બધે ધૂળીયું વાતાવરણ થઈ ગયું હતું.

ચોમેર ધૂળની ડમરીઓ ઉડતા આવાગમન કરતા અનેક લોકોની આંખમાં ધૂળ ભરાઈ હતી. તો પાથરણાવાળાઓમાં પણ દોડધામ મચી ગઈ હતી.જોકે થોડી જ વારમાં પુન: તાપ નીકળી જવા પામ્યો હતો. અને હવામાં 50% ભેજના કારણે શરીરે ચોંટે તેવી ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં. છેલ્લા કેટલાક વર્ષોની સરેરાશ મુજબ દાહોદ પંથકમાં જુનના મધ્યમાં ચોમાસાનું આગમન થઈ જાય છે. ત્યારે ગુરુવારથી રવિવાર દરમ્યાન દાહોદ પંથકમાં ચોમાસાનું આગમન થઈ જશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા પણ દર્શાવાઈ છે.

ધાનપુર :ધાનપુર તાલુકા પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો હતો અને લોકો અસહ્ય ગરમીથી પરેશાન થઈ રહ્યા હતા ત્યારે આજરોજ અચાનક પવનના સુસવાટા સાથે વરસાદ પડતાં ઠંડક પ્રસરી હતી.દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ધાનપુર ,સીમામોઈ, ખલતાગરબડી તેમજ રતલમહાલના જંગલ વિસ્તારમાં સારો એવો વરસાદ પડયો હતો.

ખોખરા, વેડ, ડભવા, અંદરપુરા, ઘડા, ખોબવેડ જેવા અનેક વિસ્તારોમા ગાજ વિજ સાથે ઝરમર વરસાદથી આગમન થયું છે ત્યારે ધાનપુર તાલુકાના ખેડૂતોની ઘરડાઓની માન્યતા પ્રમાણે પહેલો જે વરસાદવાવાઝોડું આવે એે વરસાદથી કેરી, મહુડાના ડોળ, ખજુર જેવા અન્ય ફળો વરસાદના અમી છાંટા લાગવાથી વહેલા પાકા થતાં હોય છે ત્યારે ધાનપુર તાલુકામાં આ વર્ષે લોકોની માન્યતા પ્રમાણે આગામી 19 તારીખ સુધીમાં ખેતી લાયક વરસાદ આવશે.

હાલ ધાનપુર તાલુકાના કેટલાક ગામમાં પવનના સુસવાટા સાથે જોરદાર ખાબક્યો તો કેટલાક ગામમાં દસથી પંદર મિનિટ ઝરમર વરસાદને પગલે સમગ્ર પંથકમાં વાતાવરણમાં પલટો થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી પામી છે ત્યારે આ વરસાદનું આગમન થતા ધાનપુર તાલુકાના લોકો પોતાના ખેતરમાં ખેતરો સાફ સફાઇ કરવામા અને છાણિયું ખાતર વાવણી લાયક વરસાદ થયો હશે તેવા ગામમાં મકાઈ જેવા ધાન્ય ખેતીની વાવણી માટે જોતરાશે.તો કેટલાક ગામડાઓમાં હજુ રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: