હવસખોરી: દેવગઢ બારિયામાં તું મારી નહીં થાય તો કોઈની નહી થવા દઉ, પરિણીતાને ધમકી આપી નરાધમે ગાડીમાં જ દુષ્કર્મ આચર્યુ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Devgarh Baria, If You Don’t Kill Me, Don’t Let Anyone Happen, Naradham Threatened His Wife And Committed Mischief In The Car.

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દેવગઢ બારીઆ તાલુકાની પરિણીતાનુ અપહરણ કરી લીમખેડાનો હવસખોર રાજસ્થાન લઈ ગયો પરિણીતાને પીપલોદના બજારમા બોલાવી મિત્રની મદદથી ગાડીમા ઉઠાવી ગયો

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની એક 32 વર્ષીય પરિણીતાને બે ઈસમોએ ગાડીમાં અપહરણ કરી રાજસ્થાનના બાસવાડા મુકામે લઈ ગયા હતા. જ્યાં બે પૈકી એકે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. આ સંબંધે બન્ને યુવકોના ચંગુલમાંથી છુટી આવેલી પરણિતાએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને યુવકોના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મૂળ વડોદરા જિલ્લાની 32 વર્ષિય પરિણીતા હાલ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં રહે છે. લીમખેડા તાલુકાના કોઠાર ગામે રહેતો કલ્પેશભાઈ અમરસિંગ ભાભોરે ગત પરણિતાને દેવગઢ બારીયાના પીપલોદ બજારમાં બોલાવી હતી. આ દરમિયાન લીમખેડા તાલુકાના ચોપાટ પાલ્લી ગામે રહેતો શૈલેષભાઈ સુનિલભાઈ દશામા પણ ત્યાં આવ્યો હતો અને આ શૈલેષભાઈ અને કલ્પેશભાઈ બંને જણાએ પરણિતાને પોતાની સાથે લાવેલી ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડી, ગાડીમાંથી ઉતરી છે તો તને જાનથી મારી નાખીશું તેવી ધાક ધમકીઓ આપી પરિણીતાને રાજસ્થાનના બાસવાડા શહેરની આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ ત્યાં ગાડી ઊભી રાખી હતી . શૈલેષભાઈ સુનિલભાઈ દશામાએ પરણિતાને ગાડીની અંદરજ પરણિતાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યુ હતુ અને તું મારી નહીં થાય તો હું તને કોઈની નહીં થવા દઉં, તેવી ધમકી આપી હતી.

આ બાદ ઉપરોક્ત બંને યુવકોના ચંગુલમાંથી છૂટી પરણિતા પોતાના દેવગઢ બારીયા તાલુકા મુકામે આવી હતી અને ઉપરોક્ત બનાવની હકિકત પોતાના પરિવારજનોને જણાવી હતી. જેથી તેઓ દેવગઢ બારીયા પોલીસ મથકે આવ્યા હતા અને ઉપરોક્ત બંને યુવકો વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બન્ને યુવકોના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: