હરિયાણાની સાહસિક યુવતીની સોમનાથ થી નેપાળના પશુપતીનાથ મહાદેવ મંદિર સુધીના સાયકલ પ્રવાસ પર : આજે પહોંચી દાહોદ

 
 
હરિયાણાની સાહસિક યુવતી દ્વારા સોમનાથ થી પશુપતિનાથ મહાદેવ મંદિર, નેપાળ સુધીનો સોલો સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ યુવતી 40 દિવસમાં 5,000 કીમીનું અંતર કાપશે. હરિયાણાની 30 વર્ષની સુનિતાસિંહ ચોકન નામની આ  યુવતીએ પર્યાવરણનુ જતન અને બેટી બચાવો બેટી પઢાઓના સંદેશ સાથે આ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો છે. તેઓ એક કલાકમાં આશરે 30 કી.મી પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવે છે અને તેઓ 23મી ઓગસ્ટે 40 માં દિવસે નેપાળમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પહોચશે.
સુનિતાસિંહ ચોકન કન્યાકુમારી થી કાશ્મીર સુધીની સાયકલ યાત્રા ઉપરાંત માઉન્ટ એવરેસ્ટ તથા અન્ય અતિ દુર્ગમ પહાડો ચડી ચુકી છે. ભારતમા ફરી ચુકી છુ અને સારી સલામતી મળી છે. રોટરી કલબ દાહોદના પ્રમુખ રોટેરિયન સી.વી. ઉપાધ્યાય, છોટુભાઈ બામણિયા, રમેશભાઈ જોષી, બારિયા સાહેબ તથા દાહોદ નગર પાલિકાના માજી પ્રમુખ સંયુકતાબેન મોદી, લાયન્સ કલબ ઓફ દાહોદના મેમબેરો પણ દાહોદ શહેરમાં સ્વામી વિવેકાનંદ સંકુલ પહોંચ્યા હતા. આજ રોજ બપોરે સુનિતા ચોકનનું સ્વામી વિવેકાનંદ ચોક, સ્ટેશન રોડ પર સ્વાગત કરવામા આવ્યું હતું. આ તમામ આયોજન રોટરી ક્લબ ઓફ દાહોદના પ્રમુખ સી.વી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ યુવતી દાહોદમાં 2 કલાક રોકાઈ અને મધ્ય પ્રદેશના ઝાબુઆ જવા રવાના થઈ હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: