હત્યા: દાહોદના મોટી ખરજમાં નજીબી બાબતે બોલાચાલી થતાં એકની હત્યા, મૃતકનો ભાઈ વચ્ચે પડતા તેને પણ તીર મારી ઘાયલ કર્યો
દાહોદ22 મિનિટ પહેલા
- કૉપી લિંક

- તુ દલાલી કેમ કરે છે? તેમ કહી ઘરે આવેલાં શખ્સે ઘરધણીની હત્યાં કરી
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામથી હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સે પોતાની સાથે લાકડી તથા તીરકામઠું લઈ આવી ગામમાં રહેતાં એક પરિવાર સાથે દલાલી કરવા બાબતે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઇને આવેશમાં આવી લાકડી વડે એકને માથાના ભાગે માર મારી ઘટના સ્થળ પરજ મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે મૃતકના ભાઈને તીર મારી પગના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી નાસી જતાં પોલીસે આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
મોટી ખરજ ગામે ભાભોર ફળિયામાં રહેતો દિનેશ મનીયાભાઈ ભાભોર પોતાનાજ ગામમાં રહેતાં ધોળકીબેન હિંમતભાઈ ભાભોરના ઘરે આવ્યો હતો. ધોળકીબેન તેમના પતિ હિંમતભાઈ ભાવજીભાઈ ભાભોર અને તેમના દીયર ગંગુભાઈ ભાવજીભાઈ ભાભોર સાથે ઝઘડો તકરાર કરી હિંમતભાઈને કહેવા લાગ્યો કે, તું દલાલી કરે છે, તેમ કહી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ દિનેશે લાકડી વડે હિંમતભાઈના માથામાં ફટકા મારતાં હિંમતભાઈને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓ સ્થળ પરજ ઢળી પડ્યાં હતાં. ત્યારબાદ ગંગુભાઈને તીર મારી પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. પરિવારજનો દ્વારા હિંમતભાઈને તાત્કાલિક દાહોદના સરકારી દવાખાને લાવતાં જ્યાં તબીબોએ હિંમતભાઈને મૃત જાહેર કરતાં પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો.
આ સંબંધે મૃતક હિંમતભાઈની પત્નિ ધોળકીબેન હિંમતભાઈ ભાભોરે દિનેશભાઈ મનીયાભાઈ ભાભોર વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે દિનેશભાઈના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed