હત્યા: દાહોદના પંડ્યા ફાર્મના યુવકને પાડોશીઓએ માર મારતા સારવાર દરમ્યાન મોત થયું,  હત્યાનો ગુનો નોંધાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતકના અંતિમ સંસ્કાર ના કરવાની પરિવારજનોની જીદ

દાહોદ શહેરના પંડ્યા ફાર્મ વિસ્તાર ખાતેનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકનો મિત્ર છોકરી ભગાડી જતા બે જણાએ છોકરી ભગાડી જનાર યુવક સાથે કેમ ફરે છે, તેમ કહી યુવકોએ તલવાર તથા બેઝબોલના ડંડા વડે યુવકને માર માર્યો હતો. જેમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવકને વડોદરા ખસેડતાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજયુ હતુ.

તુ કેમ તારા મિત્ર સાથે ફરે છે તેમ કહી તલવાર અને બેઝબોલના ડંડા માર્યા

પરિવારજનો દ્વારા યુવકની લાશને ઘરમાં મૂકી રાખી અને જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી યુવકના અંતિમ સંસ્કાર નહીં કરવાની જીદ પકડતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

દાહોદના પંડ્યા ફાર્મ નજીક આવેલ કન્યા આશ્રમ પાછળ રેહતા વિજય લલીતભાઈ ભાભોરનો મિત્ર કોઈ છોકરીને પ્રેમ લગ્ન કરી ભગાડી ગયો હતો. જેના પગલે ગત તા.17 એપ્રીલના રોજ રાજુ રજનીકાંત સંગાડા, કરણ રાજુ સંગાડાએ વિજયને કહયુ કે, તુ કેમ તારા મિત્ર સાથે ફરે છે. તેમ કહી તલવાર અને બેઝબોલના ડંડા વડે માર મારતા પ્રાથમિક સારવાર બાદ વિજયને બરોડા ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.

મૃતકના તેમજ હત્યારાઓના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

વિજયને ગંભીર ઈજાઓ થતા પોલીસે જે તે સમયે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પરંતુ ગઇકાલે સારવાર દરમ્યાન વિજયનું મોત થતા દાહોદ ટાઉન પોલીસ દ્વારા બે યુવકો વિરુદ્ધ વધુ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જોકે નજીવી બાબતે પડોશમાં રહેતા બે ઈસમોએ માર મારતા સારવાર દરમ્યાન મોત થતા પરિવારના સભ્યોએ જયાર સુધી આરોપીને પોલીસ પકડી ના લે ત્યાર સુધી મૃતકની અંતિમ સંસ્કાર ન કરવાની જીદ પકડી છે. જેના પગલે પોલીસ દ્વારા મૃતકના ઘરે તેમજ હત્યારાઓના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.

દાહોદ શહેર પોલીસે આ સમગ્ર મામલે રાજુભાઈ રજનીકાંત સંગાડા અને કરણ રાજુભાઈ સંગાડા (બંને રહેવાસી પંડ્યા ફાર્મ કન્યા આશ્રમ પાછળ,દાહોદ) ગુનો નોંધી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: