હત્યા કે આત્મહત્યા?: દાહોદ જિલ્લાને અડીને આવેલા MPના સેમલપાડા ગામમાં ઝાડ પરથી યુવક-યુવતીની લટકતી હાલતમાં લાશ મળી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ33 મિનિટ પહેલા
- કૉપી લિંક

- મૃતક યુવક દાહોદના અભલોડનો રહેવાસી યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના સેમલપાડા ગામના કાળીરૂંડી ફળીયાના એક ઝાડ પર યુવક-યુવતીની લાશ લટકતી જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે ઝાડ પર લટકેલા યુવક યુવતી બન્ને પ્રેમી પંખીડા હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યાર થાદલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગ્રામજનોએ સરપંચ દેવાભાઇ ડામોરને જાણ કરતા સરપંચ દેવા ડામોરે થાદલા પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી.અને બન્ને લાશની તલાશી લેતા તેમાંથી યુવક પાસેથી મોબાઈલ ફોન તેમજ આધારકાર્ડ મળી આવ્યુ હતુ .જેમાં મરણજનાર યુવક દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અપલોડ 22 વર્ષીય નિલેશભાઈ રમેશભાઈ બારીયા હોવાનું જાણવા મળેલ છે. જ્યારે યુવતી અંગે કોઈ ઓળખ છતી ન થઇ હતી.જેથી પોલીસે યુવકના સગા સંબંધીઓને જાણ કરી અત્રે બોલાવ્યા છે.જે બાદ આ યુવતીની ઓળખ છતી થશે તેમ થાદલાના પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
તો બીજી તરફ આ બનાવ સજોડે આત્મહત્યાનો છે કે પછી હત્યાનો તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Related News
પર્દાફાશ: દાહોદમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
સરકારી આક અને વાસ્તવની સ્થિતિમાં ભારે તફાવત: ઝાલોદ તાલુકામાં કોરોનાના 300 કેસ એક્ટિવ, સરકારી ચોપડે ફક્ત 160
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ઝાલોદ3 કલાક પહેલાRead More
Comments are Closed