હત્યા કે આત્મહત્યા: દાહોદ પાસે દેલસરમાં યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • યુવક મધ્ય પ્રદેશના ભાભરાનો હોવાની માહિતી સામે આવી

દાહોદ તાલુકાના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. ત્યારે આ યુવક મધ્યપ્રદેશના ભાભરા ગામનો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

દાહોદ શહેરને અડીને આવેલા દેલસર ગામે આજરોજ વહેલી સવારે ઉકરડી રોડ સાંઈધામ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં યુવકની લાશ ગળે ફાંસો ખાધો હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા સ્થળ પર દોડી ગયા હતા અને આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવામાં આવી હતી.

ત્યારે આ યુવક મધ્યપ્રદેશના ભાભર ગામનો રહેવાસી હોવાનું અને તેનું નામ યોગેશ હોવાનો જાણવા મળી રહ્યું છે. આ અંગેની જાણ મૃતક યુવકના પરિવારજનોને કરાતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. યુવકે આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી? જેવા અનેક સવાલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે પોલીસે આ દિશામાં પણ તપાસની કામગીરીમાં જોતરાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: