હત્યાની કોશિષ: નવાગામે પોલીસ ઉપર જીપ ચઢાવીને કચડી નાખવાનો બૂટલેગરોનો પ્રયાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
કાર વડે પોલીસને કચડી નાખવાનો પ્રયાસ કરાનારા બે બૂટલેગરોની તસવીર. - Divya Bhaskar

કાર વડે પોલીસને કચડી નાખવાનો પ્રયાસ કરાનારા બે બૂટલેગરોની તસવીર.

  • પીછો કરી પોલીસે પકડતાં લાખ રૂપિયાનો બિયરનો જથ્થો મળ્યો
  • નિલેશ ગણાવા તથા રાજુ વરસીંગ ભાભોર વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો

સરહદી રાજ્યમાંથી જિલ્લામાં બુટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવામાં આવતો હોય છે. કતવારા પોલીસ મથકના પીએસઆઇ જે.બી. ધનેશાને દારૂની બાતમી મળતા સ્ટાફ સાથે સરહદી રસ્તા ઉપર વોચ ગોઠવી ઉભા હતા ત્યારે બોલેરો ગાડી પોલીસ ઉપર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરી હત્યાની કોશિષ કરી ભાગ્યા હતા.

જોકે સદનસીબે પોલીસ કર્મચારીઓને હાનિ પહોંચી ન હતી. પછી પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી નવાગામની ખાનનદીમાંથી ઝડપ્યાં હતા. ગાડીમાં સવાર વરમખેડાના બુટલેગર નિલેશ મળીયા ગણાવા તથા મોટી ખરજના રાજુ વરસીંગ ભાભોરને ઝડપી ગાડીમાં તપાસ કરતા માઉન્ટ 6000 બિયરના 500 મીલીના ટીન નંગ 626 જેની કિંમત 62,400 તથા માઉન્ટ 6000 કાચની 650 મીલીની કુલ 480 બોટલ જેની કિંમત 48,000મળી કુલ 1,10, 400 રૂપિયાનો બિયરનો જથ્થો તથા 3,50,000 લાખની બોલેરો ગાડી મળી ફુલ 6,40,400 રૂપિયાના મુદ્દામાલ સાથે બંને બુટલેગરોની ધરપકડ કરી તેમની સામે કતવારા પોલીસે દારૂ તથા હત્યાની કોશિશનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: