હત્યાની આશંકા: દાહોદ તાલુકાના મુવલીયાના તળાવમાંથી ગલાલીયાવાડના યુવકનો મૃતદેહ મળ્યો, શરીર પર ઇજાના નિશાન
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- બોથડ પદાર્થ વડે આંખ અને માથાના ભાગે માર મારી મોતને ઘાટ ઉતાર્યાની શંકા
- હત્યા કરી તો કોણે અને કેમ કરી તે દિશામાં તપાસ શરુ
દાહોદ તાલુકાના મુવાલીયા ગામના તળાવમાં એક યુવકની લાશ મળી આવી હતી. જેમાં તાબડતોડ પહોચેલા પરિવારજનો, ગ્રામજનો તેમજ પોલીસે આ યુવકની લાશ તળાવમાંથી બહાર કાઢી હતી. તેમાં યુવકને કોઈક ઈસમે અંગત અદાવતે બોથડ પદાર્થ વડે આંખ અને માથાના ભાગે માર મારી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવતાં પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે નજીકના દવાખાને ખસેડી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
લાશ મુવાલીયા ગામના તળાવના તરતી જોવા મળી
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે દેવ ફળિયામાં રહેતા શ્યામભાઈ બુધરામભાઈ પારગીની લાશ મુવાલીયા ગામના તળાવના પાણીમાં તરતી જોવાતાં આસપાસના લોકો દોડી ગયાં હતાં. આ બનાવની જાણ પરિવારજનોને પણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસને પણ જાણ કરતાં પોલીસ સહિત 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ હતી. અને યુવકની લાશને તળાવના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. યુવકને જોતા તેના આંખના ભાગે અને માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ મારી કોઈકે અગમ્યકારણોસર મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું હતું. આ સંબંધે મૃતક શ્યામભાઈના પિતા બુધરામભાઈ પારગીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીના ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
કોઈક સાથે પ્રેમપ્રકરણમાં મોતને ઘાટ ઉતાર્યો હોવાની પણ ચર્ચા
ઘટનાને પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. યુવકને કોઈક સાથે પ્રેમપ્રકરણમાં મોતને ઘાટ ઉતાર્યો હોવાની પણ ચર્ચાઓ ભારે જોર પકડ્યું છે. ત્યારે મૃતક શ્યામભાઈ પોતાનો એપ્રેન્ટીસનો અભ્યાસ પુરો કરી નેટવર્કીંગ માર્કેટીંગમાં જોબ કરતો હતો. અને પોતે પરણિત હોવાનું બહાર આવ્યું છે. હકીકતમાં કયાં કારણોસર આ યુવકની હત્યા કરવામાં આવી હશે? તે હાલ જાણી શકાયું નથી. પરંતુ અનેક તર્ક વિતર્કો સાથે દાહોદ તાલુકા પોલીસ અને એલ.સી.બી. પોલીસેગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed