હડતાલ: IMA સાથે જોડાયેલા 200થી વધુ તબીબો હડતાળ કરશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદ જિલ્લા માં ઇમરજન્સી, કોવિડ સિવાયની સેવા બંધ રાખશે
- 58 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપતાં એસો. દ્વારા વિરોધ
સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવામાં આવતાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તેના વિરોધમાં શુક્રવારે એક દિવસની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાલમાં દાહોદ જિલ્લાના 200થી ડોક્ટરો જોડાશે અને તેઓ ઈમરજન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરીથી અળગા રહેશે. આ હડતાલ વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી યથાવત રહેશે. જો કે હડતાલ દરમિયાન કોઈ પ્રકારના દેખાવો કે વિરોધ કરવાની જગ્યાએ શાંતિપૂર્વક કામગીરીથી દૂર રહેવાનો આઈએમએ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લે્ખનિય છે કે, આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા એમ.ડી. ડોક્ટરો 58 સર્જરી કરી શકે તે નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.તેમાં આયુર્વેદના ડોક્ટરો જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન, નાક, ગળુ અને દાંતની પણ સર્જરી કરી શકશે તે માટે મોડર્ન મેડિસીન શાખાના તબીબો નારાજ થયા છે. જોકે શુક્રવારે હડતાળના સમય દરમિયાન ઈમરજન્સી અને કોવિડને લગતી સેવાઓ ચાલુ રહેશે.
Related News
કોરોનાની વકરતી સ્થિતિ: દાહોદમાં આખો દિવસ ઝાયડસથી સ્મશાન શબવાહિનીના ફેરા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
મન્ડે પોઝિટિવ: દાહોદમાં બંને ડોઝ લેનારે પોઝિટિવ માતાની કાળજી રાખી પણ તેમને કોરોના ‘ના’ સ્પર્શ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed