સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી: દાહોદ અખિલ ભારતીય પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતીની ઉજવણી થઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લા ABVP દ્વારા દાહોદ ગોવિંદનગર સ્થિત જ્ઞાનદીપ હોલમાં સ્વામી વિવેકાંનદજીની 158 મી જન્મ જયંતિની ઉજવણી થઈ ‌હતી. જેમાં‌ સ્ટેશનરોડ સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાના પૂજન બાદ વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે એ.બી.વી.પી. પંચમહાલ વિભાગના ગૌતમભાઈ ગામીત સહિત નડિયાદ વિભાગના કોલેજીયન પ્રમુખ ધ્રુપલભાઈ સોની, દાહોદ નગર અધ્યક્ષ ડો.નિલેશભાઈ વાઘેલા, દાહોદ નગર મંત્રી સુધીરભાઈ મેડાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં જાન્વીબેન પંડ્યા, તેજસ્વીનીબેન રોજયા અને અલીફજાન શેખ નામે પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલા વિજેતાઓને મેડલો અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: