સ્વર્ગમાં રસીકરણ: દાહોદમાં 10 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિના રસીકરણ મામલે નવો વળાંક, તેમના સંબંધીના મોબાઇલથી રજીસ્ટ્રેશન કરાયુ હોવાનો દાવો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A New Twist In The Case Of Vaccination Of A Person Who Died 10 Years Ago In Dahod, Claiming To Have Registered From His Relative’s Mobile

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મૃતકના રસીકરણ માટે તેમના પુત્રીની પુત્રીના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન થયુ હોવાનો હેલ્થ વિભાગનો દાવો 10 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિનું પાન કાર્ડ હોય તો તે ક્યાંથી આવ્યુ?

દાહોદ જિલ્લામાં મૃતકોને કોરોના વેક્સિન મુકી દીધી હોવાના કિસ્સાઓ બહાર આવતા ઘણાં પ્રશ્નાર્થો સર્જાયા છે. જિલ્લામાં 10 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિને પણ રસીકરણ કરાયુ હોવાનો મેસેજ તેમના સ્વજનને મળતાં ભારે ચર્ચા જાગી છે. તેવા સમયે આ મૃતકના રસીકરણ માટે તેમના પુત્રીની પુત્રીના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરાયુ હોવાનું આરોગ્ય વિભાગ દ્રારા જાણવા મળતાં ઘટનામાં નવો વળાંક આવ્યો છે.

નટવરલાલ દેસાઇનું 10 વર્ષ પહેલા નિધન થયું હતું
દાહોદમાં રહેતા નટવરલાલ જાદવલાલ દેસાઇ આજથી 10 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા.તેમના સ્વજનના મોબાઇલ પર મેસેજ આવ્યો કે નટવરલાલ જાદવલાલ દેસાઇનુ સફળ રસીકરણ કરવામાં આવ્યુ છે. તેનું પ્રમાણ પત્ર પણ તૈયાર થઇ ગયુ હતુ ત્યારે એક સમયે એવુ લાગ્યુ કે જાણે આરોગ્ય વિભાગ દ્રારા સ્વર્ગમાં પણ રસીકરણ શરુ કરવામાં આવ્યુ છે. આવી ઘટનાને કારણે આરોગ્ય વિભાગ ટીકાને પાત્ર બન્યો હતો ત્યારે તેમણે પણ મનોમંથન શરુ કર્યુ હોય તેમ લાગી રહ્યુ છે.

એક નંબર પરથી ચાર લાભાર્થીના રજીસ્ટ્રેશન થયા હતા
​​​​​​​નટવરલાલ જાદવલાલ દેસાઇને કોરોનાની રસી મૂકી અને તેમનું પ્રમાણપત્ર પણ કયા આધારે બન્યુ તેની તપાસ શરુ કરવામાં આવી હતી. તેના પ્રાથમિક તબક્કે એવું બહાર આવ્યુ છે કે જે મોબાઇલ નંબરથી નટવરલાલનુ રજીસ્ટ્રેશન થયુ છે તે નંબરથી કુલ ચાર લાભાર્થીના રજીસ્ટ્રેશન થયા છે. જેમાં નટવરલાલ જાદવલાલ દેસાઇ, પુંજીબેન વલ્લભદાસ દેસાઇ, વત્સલાબેન મનમોહન તલાટી તેમજ વિનુમતી કનુભાઇ કડ્સકીયાનો સમાવેશ થાય છે.

આ રજીસ્ટ્રેશનમાં એક પાન કાર્ડનો ઉપયોગ થયો હોવાનું પણ આરોગ્ય અધિકારી જણાવે છે અને તે પાન કાર્ડનો નંબર AIJPT5778P હોવાનું પણ જાણવા મળ્યુ છે. 10 વર્ષ પહેલાં મૃત્યુ પામેલાનું પાન કાર્ડ હોય તો તે ક્યાંથી આવ્યુ અને તેનો ઉપયોગ કેવી રીતે થયો, નોંધણી પણ તેના આધારે કેવી રીતે થઇ તેવા ઘણાં પ્રશ્નો ઉભા થયા છે.

નટવરલાલનું રજીસ્ટ્રેશન કરાવ્યાનો ઇન્કાર
જે મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન થયુ છે તે નટવરલાલની દોહિત્રી એટલે કે પુત્રીની પુત્રીનો છે. આ નંબર પર વાત ચીત કરતાં સમગ્ર ઘટનાથી તેઓ માહિતગાર હોવાનું જણાવ્યુ છે, પરંતુ તેમના નંબરથી તેમણે નટવરલાલ દેસાઇનું રજીસ્ટ્રેશન કરાવ્યુ હોવાને તેમણે ધરાર ઇન્કાર કર્યો છે, પરંતુ બીજા ત્રણ નામનું રજીસ્ટ્રેશન તેમના નંબરથી કર્યુ હોવાનું તેમણે સ્વીકાર્યુ છે. તેમણે એમ પણ જણાવ્યુ છે કે, તેમણે તો તેમનું પોતાનું રજીસ્ટ્રેશન પણ તેમના પતિના મોબાઇલ નંબરથી કરાવ્યુ છે.

મેસેજ કેવી રીતે પહોંચ્યો તેની તપાસ ચાલુ​​​​​​​
બીજી તરફ ઇન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.ડી.પહાડીયાએ જણાવ્યુ છે કે, એક જ નંબરથી ચાર નામના રજીસસ્ટ્રેશન કર્યા છે જેમાં નટવરલાલ દેસાઇ છે અને એક પાન નંબર પણ આપેલો છે. રસીકરણ કોનું કોણે કર્યુ, મેસેજ કેવી રીતે પહોંચ્યો તેની તપાસ ચાલુ છે પરંતુ આ નામથી રજીસ્ટ્રેશન થયુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: