સ્વયંભૂ લોકડાઉન: ​​​​​​​ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકના 27 ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનની સરપંચોએ જાહેરાત કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તારીખ 25 એપ્રિલથી 1 મે સુધી બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવશે જિલ્લા મથક દાહોદ પણ સપ્તાહના અંતમાં ત્રણ દિવસ બંધ પળાશે

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં કોરોનાએ રોગચાળાનું સ્વરુપ લીધુ છે. તેને નાથવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. ત્યારે લીમડી પોલીસ મથકની હદમાં સમાવિષ્ટ 27 ગામડાઓમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તારીખ 25 એપ્રિલથી એક મે સુધી લોકડાઉન રાખવામાં આવશે તેવું ફરમાન આ ગામના સરપંચોએ જ કરી દીધુ છે.

દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં કોરોના સંક્રમણ પ્રસરી ચુક્યુ છે. ઓછી વધતી સંખ્યામાં કોરોના દર્દીઓના મોત પણ થઇ રહ્યા છે ત્યારે હવે સૌ કોઇ ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યુ છે. તમામ સાધનો હવે આોછા પડી રહ્યા છે ત્યારે ગામડાઓમાં પણ ઘેર ઘેર કોરનાના ખાટલા છે ત્યારે ગ્રામજનો પણ કોરોના જંગ સામેના આખરી શસ્ત્ર લોકડાઉનનો ઉપયોગ કરવા મજબુર બન્યા છે.

આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે

ઝાલોદ તાલુકામાં હવે કોરોનાએ માઝા મુકી છે. ત્યારે તાાલુકા મથક ઝાલોદ સહિત ગામડાઓમાં હવે ભય ફેલાઇ રહ્યો છે. જેથી તારીખ 21 એપ્રિલના રોજ ઝાલોદ તાાલુકાના 27 ગામ કે જે લીમડી પોલીસ મથકની હદમાં સમાવિષ્ટ છે તેના સરપંચોએ એસડીએમને પત્ર લખી તારીખ 25 એપ્રિલથી 1 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. આમ આ ગામડાઓમાં આ દિવસો દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો સિવાય તમામ બજારો સંપૂર્ણ બંધ રહેશે. જિલ્લા મથક દાહોદ પણ સપ્તાહના અંતમાં ત્રણ દિવસ બંધ પાળશે ત્યારે હવે કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ થઇ રહ્યા છે.

દાહોદમાં 20 તાારીખે આવેલા મુખ્યમંત્રીએ લોકડાઉન કરવાનો ધરાર ઇનકાર કર્યો હતો ત્યારે હવે ધીમે ધીમે પ્રજા જ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી રહી છે. કપરા કોરોના કાળમાં જનતા અને સરકારની વિપરીત વિચારધારા ઘણાં પ્રશ્નાર્થેો ઉભા કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: