સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં દાહોદ રાજયમાં બીજા ક્રમે આવતાં ખુશી
દાહોદ26 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 200 સ્વચ્છતા સેનાનીઓ સાચા ધન્યવાદને પાત્ર : કલેક્ટર
સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજયમાં બીજા ક્રમે આવ્યું છે તે ગૌરવની ક્ષણે કલેક્ટરે જણાવ્યું હતું કે દાહોદ પાલિકા દ્વારા છેલ્લા બે વરસથી મક્કમ ગતિએ આગળ વધીને સુનિયોજિત રીતે સફાઇની કામગીરી સાથે સ્માર્ટ સીટીની કામગીરી પણ મક્કમ ચાલી રહી છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી માટે પણ સ્માર્ટ સીટી અંતર્ગત એજન્સીને કામગીરી સોંપાશે.
તેમણે જણાવ્યું કે, દાહોદને સ્વચ્છ રાખવાના 200 સફાઇકર્મીઓની મહેનતને પરીણામે આપણે આટલું સારૂ રેન્કિંગ મેળવી શક્યા છીએ. ત્યારે દરેક વ્યક્તિ પોતાનો સહયોગ આપે. ડોર ટુ ડોર કચરો એકઠા કરવાની વ્યવસ્થા છે તેમાં સહયોગ ખૂબ જરૂરી છે. ગટરના, પાણીની પાઇપલાઇનના, રોડના, છાબ તળાવના વગેરે કામો ચાલી રહ્યાં છે તેને નિયમ સમયમાં પૂર્ણ કરવામાં આવશે. સ્વચ્છતાની પ્રાથમિકતા સ્વીકારીને દરેક નાગરિક ફક્ત પોતાના ઘરની આસપાસ કચરો ન ફેંકી ગંદકી ન ફેલાવે.
સ્માર્ટ સીટીમાં વેસ્ટ મેનેજમેન્ટ માટેની આખી વ્યવસ્થા ઊભી થવાની છે ત્યારે નગરજનો અત્યારથી જ જાગૃત બને અને સહયોગ આપે તે એટલું જ જરૂરી છે. તેમણે નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર તથા દાહોદનાં તમામ સફાઇકર્મીઓ સહિત પાલિકાની ટીમ અને સફાઇ કામગીરી સાથે જોડાયેલા દરેક કર્મચારીની કામગીરીને પ્રશંસા કરી હતી અને અભિનંદન આપ્યા હતા.
0
Related News
ક્રાઇમ: અપહરણ કરી સગીરા પર બે યુવકોનું દુષ્કર્મ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
સ્થિતિ ચિંતાજનક: ઝાલોદ ગ્રામ્યના 37 સહિત જિ.માં અધધ… 74 સંક્રમિત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed