સ્માર્ટસિટી દાહોદ ગંદુ ગોબરૂં જાહેર સ્થળ ઉપર ઉકરડાં

બસસ્ટેશને ચારે તરફ ગંદકી અને ખુલ્લામાં શૌચક્રિયાથી લોકો ત્રાહિમામ : કચરો બાળવામાં આવતાં બગડતું વાતાવરણ

 • Dahod - latest dahod news 022646

  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  દાહોદના તાજેતરમાં જ નવનિર્માણ પામેલા બસ સ્ટેન્ડ પરિસરમાં પારાવાર ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. દાહોદના સ્ટેશન વિસ્તારમાં આવેલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પરિસરમાં ચારેતરફ ખુલ્લેઆમ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે.તસવીર સંતોષ જૈન

  દાહોદ | દાહોદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ સ્વચ્છતા અભિયાનના નામે લાખોનો ખર્ચો કરે છે ત્યારે બીજી તરફ સ્માર્ટ સિટી બનવા જઇ રહેલા દાહોદના તાજેતરમાં જ નવનિર્માણ પામેલા બસ સ્ટેન્ડ પરિસરમાં પારાવાર ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. દાહોદના સ્ટેશન વિસ્તારમાં આવેલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પરિસરમાં ચારેતરફ ખુલ્લેઆમ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. દાહોદ બસ સ્ટેન્ડ પરિસરનો એકેય ખૂણો ગંદકીથી બાકાત નથી.દાહોદ શહેરમાં વિવિધ રોગના દર્દીઓની સંખ્યા બેફામ ગતિએ વધી રહી છે ત્યારે ગરીબ આદિવાસીઓ જે મજૂરીકામ માટે જવા માટે બસનો સહારો લે છે તે જ પડે છે તેનું સમગ્ર પરિસર બીમારીઓને નિમંત્રણ આપતું બની જતા આ બાબત નગરમાં ચર્ચાનો વિષય બનવા પામી છે. ત્રણ વર્ષ પૂર્વે દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા બસ સ્ટેન્ડના પાછલા ભાગે મોટા પાયે વૃક્ષારોપણ થયું હતું. ત્યાં આજે તે પૈકીનો એકપણ વૃક્ષ જોવા મળતું નથી. બલ્કે આ જગાએ ચોતરફ ક્રિયા કરતા મુસાફરો તેમજ પ્લાસ્ટિકજન્ય ગંદકીથી ખદબદતું થવા પામ્યું છે. અહીંના કોન્ટ્રાકટ બેઝથી કામ કરતા સફાઈકર્મીઓ કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરવા બદલે રોજ રાતના તેને સળગાવતા હોઈ આસપાસના વિસ્તારો ધુમાડાગ્રસ્ત બની જાય છે.

 • Dahod - latest dahod news 022646

  +1બીજી સ્લાઈડ્સ જુઓ

 • Dahod - latest dahod news 022646

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: